- મેસ્સી હજુ ઘૂંટણની ઇજાનામાંથી મુક્ત થઇ શક્યો નથી
- હેનરીનો કોન્ટ્રાક્ટ આગામી સિઝન સુધી હતો
- મહાન ફૂટબોલર થિએરી હેનરીએ પોતાના કોચ તરીકેનો હોદ્દો છોડી દીધો
સ્ટાર ફૂટબોલર લાયોનલ મેસ્સી ઇજાના કારણે આર્જેન્ટિના તરફથી વર્લ્ડ કપ ક્વોલિફાયરની આગામી બે મેચો રમી શકશે નહીં. આર્જેન્ટિના કોચ લાયોનલ સ્કાલોનીએ પાંચમી સપ્ટેમ્બરે ચિલી સામે તથા 10મી સપ્ટેમ્બરે કોલંબિયાસામે રમાનારી મેચો માટે પોતાના 28 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે.
મેસ્સી હજુ ઘૂંટણની ઇજાનામાંથી મુક્ત થઇ શક્યો નથી. આર્જેન્ટિનાના કોપા અમેરિકામાં ચેમ્પિયન બન્યા બાદ નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લેનાર 36 વર્ષીય એન્જલ ડી મારિયા પણ ટીમમાં નથી. 2022ના ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી આર્જેન્ટિનાની ટીમ છ મેચ બાદ 15 પોઇન્ટ સાથે સાઉથ અમેરિકન ક્વોલિફાઇંગમાં ટોચના ક્રમે છે. પેરિસ ગેમ્સમાં ફ્રાન્સની ઓલિમ્પિક ટીમને સિલ્વર મેડલ જીતાડનાર મહાન ફૂટબોલર થિએરી હેનરીએ પોતાના કોચ તરીકેનો હોદ્દો છોડી દીધો છે. ફ્રાન્સના ફૂટબોલ ફેડરેશને તેમના રાજીનામાં માટે વ્યક્તિગત કારણો જવાબદાર ગણાવ્યા છે. હેનરીનો કોન્ટ્રાક્ટ આગામી સિઝન સુધી હતો અને તેમણે આગામી મહિને ફ્રાન્સની અંડર-21 ટીમને યૂરોપિયન ચેમ્પિયનશિપની ક્વોલિફાઇંગ માટે ફરીથી કોચિંગ આપવાનું હતું.










