અનુભવી ખેલાડી કર્ટિસ જોન્સના ગોલ વડે એનફિલ્ડ ખાતે રમાયેલી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની મેચમાં લિવર પૂલે ચેલ્સીને 2-1થી પરાજય આપ્યો હતો. મોહમ્મદ સાલાહે 29મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને યજમાન લિવર પૂલને 1-0થી આગળ કરી દીધું હતું. પ્રથમ હાફની નજીકમાં નિકોલસ જેક્સને 48મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો.


કર્ટિસ જોન્સે 51મી મિનિટે ગોલ કરીને ફરીથી લિવર પૂલને 2-1થી આગળ કરી દીધું હતું અને મેચના અંત સુધી આ સ્કોર જળવાઈ રહ્યો હતો. ચેલ્સીએ બીજા હાફમાં સ્કોર સરભર કરવા માટે કેટલાક આક્રમક પ્રયાસ કર્યા હતા પરંતુ તમામ નિષ્ફળ રહ્યા હતા. લિવર પૂલે આઠ મેચમાં 21 પોઇન્ટ મેળવ્યા છે અને બીજા સ્થાને રહેલી માન્ચેસ્ટર સિટી કરતાં તે એક પોઇન્ટ આગળ છે. સિટીની ટીમે અન્ય એક મેચમાં વુલ્વરહામને 2-1થી હરાવી હતી. ચેલ્સી 14 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને જળવાઈ રહી છે. વુલ્વરહામ ખાતે રમાયેલી મેચમાં માન્ચેસ્ટર સિટીએ વુલ્વરહામને હરાવીને 31 લીગ મેચમાં અજેય રહેવાનો ક્લબ રેકોર્ડ નોંધાવ્યો હતો. આ સાથે તે પોઇન્ટ ટેબલમાં પણ ટોચના ક્રમે આવી ગયું છે. વુલ્વર માટે જોર્ગેન સ્ટ્રાન્ડ લાર્સને સાતમી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. માન્ચેસ્ટર સિટી માટે જોસ્કો વાર્ડિઓલે 33મી તથા જોન સ્ટોન્સે 90 મિનિટ બાદ એક્સ્ટ્રા ટાઇમની પાંચમી મિનિટે ગોલ નોંધાવીને ટીમને વિજય નિશ્ચિત કર્યો હતો.


  • Follow us on: