નવા ટેમ્પરરી કોચ રુડ વાન નિસ્ટર રોયના માર્ગદર્શન હેઠળ માન્ચેસ્ટર યુનાઇટેડે લેસ્ટરને 5-2થી હરાવીને કારાબાઓ લીગ કપ ફૂટબોલની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.


બીજી તરફ માન્ચેસ્ટર સિટીના અભિયાનનો અંત આવી ગયો હતો. માન્ચેસ્ટર યુનાઇટેડ માટે કાસેમીરોએ 15મી તથા 39મી, એલેજાન્ડ્રો ગ્રાન્ચોએ 28મી તથા બ્રુનો ફર્નાન્ડેઝે 36મી અને 59મી મિનિટે ગોલ કર્યો હતો. લેસ્ટર માટે બિલાલ અલ ખાનોયુસે 33મી તથા કોનોર કોડીએ 48મી મિનિટે ગોલ કર્યો હતો. એસ્ટન વિલા સામે ક્રિસ્ટલ પેલેસે 2-1થી વિજય હાંસલ કર્યો હતો. આર્સનલ અને લિવરપૂલે પણ અંતિમ-8મા સ્થાન નિશ્ચિત કર્યું હતું. ચેલ્સીનો ન્યૂ કાસલ યુનાઇટેડ સામે 2-0થી પરાજય થોય હતો. ટોટનહામ માટે ટીમો વાર્નરે પાંચમી મિનિટે ગોલ કર્યા બાદ પાપે માતર સારેએ 25મી મિનિટે ગોલ કરીને માન્ચેસ્ટર સિટીને બેકફૂટ ઉપર ધકેલી દીધી હતી.માથિયુસ નુનેસે 49મી મિનિટે ગોલ કરીને પરાજયનો અંતર ઓછું કર્યું હતું. 17મી ડિસેમ્બરે ટોટનહામ વિ. માન્ચેસ્ટર યુનાઇટેડ, ન્યૂ કાસલ વિ. બ્રેન્ટફોર્ડ, સાઉથમ્પ્ટન વિ. લિવરપૂલ તથા આર્સનલ વિ. ક્રિસ્ટલ પેલેસ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ રમાશે.


  • Follow us on: