• ટોટનહામની ગ્રેસ ક્લિન્ટનને યંગેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ અપાયો

  • 24 વર્ષીય ફિલ ફોડેને છેલ્લી સિઝનની તમામ લીગની 53 મેચોમાં 27 ગોલ કર્યા હતા
  • ખેલાડી ખાદિજા શૉને બેસ્ટ ફિમેલ પ્લેયર ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવી

ઇંગ્લેન્ડના મિડફિલ્ડર ફિલ ફોડેને પોતાની ક્લબ માન્ચેસ્ટર સિટીને વિક્રમી ચોથી વખત સતત ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલનું ટાઇટલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.તેને પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિયેશન (પીએફએ) દ્વારા બેસ્ટ ફૂટબોલર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

વિમેન્સ કેટેગરીમાં પણ માન્ચેસ્ટર સિટી છવાયેલું રહ્યું હતું. તેની અનુભવી ખેલાડી ખાદિજા શૉને બેસ્ટ ફિમેલ પ્લેયર ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવી છે. માન્ચેસ્ટર યુનાઇટેડની ખેલાડી પરંતુ ટોટનહામ હોટ્સપુર માટે રમી રહેલી ગ્રેસ ક્લિન્ટનને યંગેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ અપાયો હતો.

24 વર્ષીય ફિલ ફોડેને છેલ્લી સિઝનની તમામ લીગની 53 મેચોમાં 27 ગોલ કર્યા હતા જેમાં પેસ ગાર્ડિયોલાની માન્ચેસ્ટર સિટીએ યુઇએફએ સુપર કપ અને ક્લબ વર્લ્ડ કપ પણ જીત્યો હતો. આ ઉપરાંત એફએ કપમાં રનર્સ-અપ રહી હતી. ફોડેને ગયા વર્ષે આ એવોર્ડ જીતનાર માન્ચેસ્ટર સિટીના સાથી ખેલાડી ઇર્લિંગ હાલેન્ડ તથા રોડ્રી, ચેલ્સીના કોલ પામર, આર્સનલના માર્ટિન ઓડેગાર્ડ તથા એસ્ટન વિલા ક્લબના ઓલી વોટકિન્સને પાછળ રાખી દીધા હતા.


  • Follow us on: