- અલ નાસર ક્લબે અલ ફેઇહા ને 4-1થી હરાવ્યું
- રોનાલ્ડોએ ફ્રી કિક દ્વારા કુલ 64મો ગોલ નોંધાવ્યો, ગોલની સંખ્યા 899 સુધી પહોંચાડી
- વર્તમાન સિઝનમાં રોનાલ્ડોએ ચાર મેચમાં ચાર ગોલ કર્યા
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફ્રી કિક ઉપર કરેલા ધમાકેદાર ગોલની મદદથી સાઉદી પ્રો-લીગમાં તેની અલ નાસર ક્લબે અલ ફેઇહા સામે 4-1થી વિજય મેળવ્યો હતો.આ સાથે રોનાલ્ડોએ પોતાની કારકિર્દીનો ગોલની સંખ્યા 899 સુધી પહોંચાડી દીધી છે અને તે 900 ગોલના માઇલસ્ટોનથી માત્ર એક ગોલ દૂર છે.
39 વર્ષીય ફૂટબોલર રોનાલ્ડોએ કારકિર્દીમાં ફ્રી કિક દ્વારા 64મો ગોલ નોંધાવ્યો હતો અને તે આ ઇલિટ ક્લબમાં ટોચના ક્રમે રહેલા આર્જેન્ટિનાના લાયોનલ મેસ્સીથી એક ગોલ દૂર છે. રોનાલ્ડોએ એક યુનિક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેણે સતત 23 સિઝનમાં ફ્રી કિક ઉપર ઓછામાં ઓછો એક ગોલ નોંધાવવાની સિદ્ધિ મેળવી છે.










