- શકીરીએ 125 મેચમાં 32 ગોલ કર્યા છે, ચાર ફિફા વર્લ્ડ કપમાં રમ્યો છે
- વર્તમાન સમયમાં તે શિકાગો ફાયર એફસી તરફથી મેજર લીગ સોકરમાં રમી રહ્યો છે
- મિડફિલ્ડર તરીકે રમતા શકીરીએ 2010માં સ્વિર્ટ્ઝલેન્ડ માટે પોતાની પ્રથમ મેચ રમી હતી
સ્વિર્ટ્ઝલેન્ડના સ્ટાર ખેલાડી જેરદાન શકીરીએ યૂરો કપ 2024 ફૂટબોલના સમાપન બાદ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.પોતાની 14 વર્ષની લાંબી સફર પૂરી કરવાની જાણકારી તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
32 વર્ષીય ખેલાડીને તાજેતરમાં જર્મનીમાં રમાયેલી યૂરો કપ માટેની સ્વિસ ટીમમાં પણ પસંદ કરાયો હતો. તેની ટીમ ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં હારી ગઈ હતી.ક્લબ ફૂટબોલમાં શકીરી બાકેલ, બાયર્ન મ્યૂનિચ, ઇન્ટર મિલાન, સ્ટોક સિટી, લિવરપૂલ તથા લિયોન માટે રમ્યો હતો. વર્તમાન સમયમાં તે શિકાગો ફાયર એફસી તરફથી મેજર લીગ સોકરમાં રમી રહ્યો છે. સ્વિસ ટીમે યૂરો રાઉન્ડ ઓફ 16માં ઇટાલીને 2-0થી હરાવી હતી પરંતુ તે પેનલ્ટી શૂટઆઉટમાં 5-3ના પરાજય બાદ ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું. શકીરીએ માત્ર એક જ ગોલ કર્યો હતો અને તેની ટીમને નોકઆઉટમાં સ્થાન અપાવ્યું હતું. મિડફિલ્ડર તરીકે રમતા શકીરીએ 2010માં સ્વિર્ટ્ઝલેન્ડ માટે પોતાની પ્રથમ મેચ રમી હતી. તેણે કારકિર્દીમાં 125 મેચમાં 32 ગોલ કર્યા છે. તે 2010થી 2022ની વચ્ચે સ્વિસ ટીમ માટે ફિફા વર્લ્ડ કપમાં પણ રમ્યો છે.










