વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત જેસિકા પેગુલાએ પ્રથમ સેટ ગુમાવ્યા બાદ જોરદાર વળતી લડત આપીને પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સમાં પેગુલા હવે બીજી ક્રમાંકિત બેલારુસની આર્યના સબાલેન્કો સામે ટકરાશે. પેગુલાએ કેરોલિના મુચોવાને 1-6, 6-4, 6-2થી હરાવી હતી. સબાલેન્કોએ બીજો સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ અમેરિકાની એમ્મા નવારોને 6-3, 7-6થી પરાજય આપ્યો હતો.
30 વર્ષીય પેગુલા ઓપન યુગમાં પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચનાર સૌથી વધારે વયની ખેલાડી બની ગઈ છે. 30 પ્લસની વયે ફાઇનલમાં પહોંચેલી તે અમેરિકાની ત્રીજી ખેલાડી પણ બની છે. તે નવરાતિલોવા અને સેરેના વિલિયમ્સની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.










