ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ સીઝન 2ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટૂર્નામેન્ટના મુખ્ય સિલેક્ટરે અને પૂર્વ BCCI પસંદગીકાર જતિન પરાંજપેએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતના પ્રદર્શન વિશે વાત કરી. બાંગ્લાદેશ વિરૂદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલ બે મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાનો નવો અવતાર જોવા મળ્યો હતો. અહીં રોહિત શર્માની કેપ્ટન્સી અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ ભારતે બાંગ્લાદેશને 2-0થી આસાનીથી હરાવ્યું હતું. ચેન્નાઈમાં રમાયેલી પહેલી મેચમાં યજમાન ટીમે 280 રનથી જીત મેળવી હતી, જ્યાં ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ મળ્યો હતો. પરંતુ બીજી ટેસ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યાં વરસાદના કારણે બે દિવસની રમત ન થવા છતાં ભારતે મેચ જીતી લીધી હતી.


કાનપુર ટેસ્ટના પ્રથમ દિવસના બે સત્રોની રમત વરસાદને કારણે ખોવાઈ ગઈ હતી અને બીજા અને ત્રીજા દિવસની રમત એક પણ બોલ રમ્યા વિના રદ્દ થઈ હતી. પરંતુ રોહિત અને તેની ટીમે આક્રમક અભિગમ અપનાવ્યો હતો અને પાંચમા દિવસે સાત વિકેટે મેચ જીતી લીધી હતી. આ સિરીઝ અશ્વિનના યોગદાન માટે યાદગાર બની રહેશે, જે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' પણ બન્યો હતો. પહેલા મેચમાં અશ્વિને શાનદાર સદી ફટકારી હતી અને પાંચ વિકેટ પણ લીધી હતી. અશ્વિનના વખાણ કરતાં જતિને તેના અભિનયની તુલના રોમાંચક નવલકથા સાથે કરી હતી.

 

'કાનપુર ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝનું માત્ર ટ્રેલર છે'

જતિન પરાંજપેએ કહ્યું, 'અશ્વિનના શ્રેષ્ઠ ત્રણથી પાંચ વર્ષ હજુ બાકી છે. તેને બેટિંગ અને બોલિંગ કરતા જોવું એ એક રોમાંચક નવલકથા વાંચવા જેવું છે. પરાંજપેએ આગળ કહ્યું કે, જેમ તમે કોઈ પુસ્તકનું આગલું પેજ વાંચવા માટે રાહ જોઈ રહ્યા છો, તેમ તમે બેટિંગ સાથે આગામી બોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. પરાંજપેએ વધુમાં કહ્યું કે કાનપુર ટેસ્ટમાં ભારતનું પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામેની આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝનું માત્ર ટ્રેલર છે.

 

'પૃથ્વી શો મારો પ્રિય ખેલાડી છે'

તેમને કહ્યું કે 'મને લાગે છે કે અશ્વિન જબરદસ્ત ફોર્મમાં છે અને કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે જે થયું તે ઓસ્ટ્રેલિયામાં સિરીઝ પહેલાનું ટ્રેલર છે. વર્તમાન ભારતીય ટીમમાંથી પોતાના મનપસંદ ખેલાડીને પસંદ કરવાના પ્રશ્ન પર તેને ટીમમાંથી બહાર રહેલા પૃથ્વી શોને પસંદ કર્યો. પરાંજપેએ કહ્યું, 'ડાબા હાથના ખેલાડી હોવાના કારણે ભારતીય ક્રિકેટ ટીમમાં મારા પ્રિય ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત છે. પરંતુ વર્તમાન ખેલાડીઓમાં એક એવો ખેલાડી જે મારો ફેવરિટ છે પરંતુ ભારતીય ટીમમાં નથી તે છે પૃથ્વી શો.


  • Follow us on: