• રોનાલ્ડિન્હો આવ્યા ભારતની મુલાકાતે
  • રોનાલ્ડિન્હો કોલકાતામાં રહેશે 2 દિવસ
  • રોનાલ્ડિન્હોએ દૂર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું

બે વખતનો 'બેલોન ડી' વિજેતા રોનાલ્ડિન્હો અત્યારે ભારતના પ્રવાસે આવ્યો છે. રોનાલ્ડિન્હો અત્યારે કોલકાતામાં છે. આ દરમિયાન પૂર્વ દિગ્ગજે શ્રીભૂમિ દૂર્જાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું છે. આ ખેલાડી 2 દિવસ કોલકાતામાં રહેશે. આ દરમિયાન અનેક કાર્યક્રમમાં સામેલ પણ થશે.

18 ઓક્ટોબર સુધી કોલકાતામાં રહેશે

[[$googlead]]

બ્રાઝિલના પૂર્વ ખેલાડી રોનાલ્ડિન્હો ગૌચો દૂર્ગાપૂજાના શુભ અવસર પર કોલકાતાની મુલાકાતે આવ્યો છે. તે 18 ઓક્ટોબર સુધી કોલકાતામાં રહેશે. આ સમયગાળા દરમિયાન, ગૌચો ઘણા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરશે. દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડિન્હો પણ ચેરિટી મેચ રમે તેવી શક્યતા છે. તે કતારમાં 2022 ફિફા વર્લ્ડ કપ વિજેતા લિયોનેલ મેસ્સીની પ્રતિમાનું પણ ઉદ્ઘાટન કરશે.

[[$alsoread]]

અનેક કાર્યક્રમમાં આપશે હાજરી

રોનાલ્ડિન્હો, બે વખતના 'બેલોન ડી' વિજેતા, કેટલીક બેઠકો અને શુભેચ્છા કાર્યક્રમોમાં હાજરી આપશે. તે કોલકાતા નજીકના શહેર રિશ્રાની પણ મુલાકાત લે તેવી આશા છે. રોનાલ્ડિન્હોને કોલકાતા બોલાવનારા અધિકારી સતાદ્રુ દત્તાએ અગાઉ મેરાડોના, પેલે અને કાફુ સહિતના ફૂટબોલ દિગ્ગજોને શહેરમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિગ્ગજે 5 વર્ષ પહેલાં લીધી હતી નિવૃત્તી

રોનાલ્ડિન્હોના નિવૃત્ત થયાના લગભગ પાંચ વર્ષ થઈ ગયા છે. તે 2002માં બ્રાઝિલની વર્લ્ડ કપ જીતના આર્કિટેક્ટમાંનો એક હતા. તેમ છતાં, તેની બોલ પાસ કરવાની ક્ષમતા આજે પણ વિશ્વભરના ફેન્સના મનમાં તાજી છે. રોનાલ્ડિન્હોની પણ ઘણી એકેડેમી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં તે કોલકાતાના રાજારહાટમાં R10 એકેડમી ધરાવે છે. જેમાં હજારો બાળકો ફૂટબોલની તાલીમ લે છે.

  • Follow us on: