- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
- 100થી વધુ VIP અને VVIP રહેશે હાજર
- પીએમ મોદી પણ આપશે મેચમાં હાજરી
- આજે અમદાવાદમા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે. આ મેચ બપોરે 2 વાગે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સમયે દેશના અનેક સેલેબ્સ અને રાજકારણીઓ આ મેચને જોવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. તો સાથે જ ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર પણ ટીમને ચિયર કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યા છે.
ICC વર્લ્ડકપ 2023ની સૌથી રોમાંચક મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સમગ્ર વિશ્વની નજર આ મેચ પર ટકેલી છે. જો ભારત આ મેચ જીતી જાય છે, તો ભારત ODI વર્લ્ડકપ સિઝનમાં એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડકપનો ખિતાબ જીતનારી ટીમ બની જશે. આ મેચ ખૂબ જ સ્પર્ધાત્મક રહેવાની છે. ઘણા ભારતીય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ વર્લ્ડ કપમાં ધૂમ મચાવી રહ્યા છે. આ દરમિયાન ઘણા દિગ્ગજો, સેલિબ્રિટીઓ અને રાજનેતાઓ મેચ નિહાળવા સ્ટેડિયમમાં પધારશે.ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાઈવ મેચ નિહાળશે તો 100 કરતા વધુ VIP અને VVIP નો જમાવડો થશે.
મેચમાં આ વિશેષ અતિથી હાજરી આપશે
આ મેચમાં ઓસ્ટ્રેલિયા ડે.પી.એમ, ઓસ્ટ્રેલિયા એમ્બેસેડર અને ડિફેન્સ મિનિસ્ટર ઓફ ઓસ્ટ્રેલિયા હાજર રહેશે. US એમ્બેસેડર, UAE એમ્બેસેડર અને સિંગાપુર મિનિસ્ટર ઓફ હોમ અફેરના મંત્રી પણ હાજરી આપશે. આ સાથે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. જ્યોતીરાદિત્ય સિંધિયા , અનુરાગ ઠાકુર,Rbi ગવર્નર , નીતા અંબાણી, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જજ, આસામના મુખ્યમંત્રી, મેઘાલયના મુખ્યમંત્રી અને સ્ટેટ મિનિસ્ટર મેચ નિહાળવા માટે સ્ટેડિયમમાં પધારશે.









