IPL 2025ની મેગા હરાજીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 31 ઑક્ટોબર સુધીમાં તમામ ફ્રેન્ચાઇઝીને રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ બીસીસીઆઇને સોંપવાનું છે. કઇ ટીમ કયા ખેલાડીને રિટેન અથવા રિલીઝ કરવા માગે છે તેને લઇને ચર્ચાઓ તેજ બની છે. એવી રિપોર્ટ્સ સામે આવી રહી છે કે આ સિઝનમાં ચાર ટીમોના કેપ્ટન બદલાતા જોવા મળી શકે છે.

તો શું બદલાશે કેપ્ટન ? 
અહેવાલો એવા મળી રહ્યા છે કે દિલ્હી કેપિટલ્સ આ વર્ષે ઋષભ પંતને કેપ્ટન તરીકે રાખવા માંગતી નથી. દિલ્હીને મેગા ઓક્શનમાં નવા કેપ્ટનની તલાશ હશે.રિપોર્ટમાં જણાવ્યા મુજબ પંત પણ નવી ટીમમાંથી રમવા માટે ઇચ્છુક દેખાઇ રહ્યા છે.

આ ખેલાડીઓને રિટેન નહી કરે ટીમ ?
શ્રેયસ અય્યર અને કેકેઆર વચ્ચે તણાવના અહેવાલો પણ આવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અય્યરને પ્રથમ ખેલાડી તરીકે રિટેન નથી રાખવા માગતી અને ઐયર કદાચ આનાથી નાખુશ છે. લખનૌ સુપરજાયન્ટ્સે કેએલ રાહુલને છોડવાનું મન બનાવી લીધું છે. રાહુલની ધીમી બેટિંગના કારણે લખનૌની ટીમ તેને રિટેન કરવા માંગતી નથી. જો અહેવાલોનું માનીએ તો ગુજરાત ટાઇટન્સ શુભમન ગિલને કેપ્ટન તરીકે રાખવા માંગતી નથી. ગિલની કપ્તાનીમાં ગુજરાતનું ગત સિઝનમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.

બીસીસીઆઇ કરશે જાહેરાત
મહત્વનું છે કે IPL 2025 મેગા હરાજી માટે ચાહકો પહેલેથી જ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. BCCI એ IPL 2025 મેગા ઓક્શન માટે યજમાન દેશ તરીકે સાઉદી અરેબિયાને લગભગ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. દુબઈ, સિંગાપોર, લંડન અને વિયેના જેવા મોટા શહેરોને ધ્યાનમાં લીધા પછી એવું બહાર આવ્યું છે કે રિયાધ હાલમાં બે દિવસીય મેગા હરાજીની યજમાનીમાં સૌથી આગળ છે. જો કે ટૂંક સમયમાં જ બીસીસીઆઈ આ મહત્વપૂર્ણ ઈવેન્ટના સ્થળની સત્તાવાર જાહેરાત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય યોજનાબદ્ધ અને વ્યૂહાત્મક રીતે લેવામાં આવ્યો છે.

  • Follow us on: