- છેતરપિંડી બદલ સોશિયલ મીડિયા પર ધોનીના ફેન્સ ખૂબ નારાજ
- એમએસ ધોની સાથે વર્લ્ડ લેવલ પર ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે કરાર કર્યો
- એમએસ ધોનીને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું
ભારતમાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જ રિષભ પંત સાથે છેતરપિંડીના સમાચાર આવ્યો છે. હવે રિષભ પંતની મેન્ટોર અને કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ આવું જ થયું છે. MS ધોની સાથે 15 કરોડની છેતરપિંડી થઇ છે. ધોનીએ અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના સૌમ્યા બિસ્વાસ અને મિહિર દિવાકર વિરૂદ્ધ રાંચીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. જેના કારણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. છેતરપિંડી કરવા બદલ સોશિયલ મીડિયા પર ધોનીના ફેન્સ ખૂબ નારાજ છે.
MS ધોની થયા છેતરપિંડીનો શિકાર
કેપ્ટન કૂલના નામથી પ્રખ્યાત ધોની મોટી છેતરપિંડીનો શિકાર બન્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાકરે એમએસ ધોની સાથે વર્લ્ડ લેવલ પર ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે કરાર કર્યો હતો. આ માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી હતી, પરંતુ મિહિર દિવાકરે આપેલી શરતોનું પાલન કર્યું ન હતું. દિવાકરે અરકા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી ફી ચૂકવવાની હતી અને નફો વહેંચવાનો હતો, પરંતુ તેણે તેમ કર્યું ન હતું. આના કારણે ધોનીને ઘણું નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે ધોનીને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
FIR દાખલ
શરતોનું પાલન ન કર્યા પછી ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ અરકા સ્પોર્ટ્સને નોટિસ મોકલી હતી. આ સાથે અરકા સ્પોર્ટ્સને આપવામાં આવેલા અધિકારો રદ કરવામાં આવ્યા હતા. ધોનીએ તેના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ ઘણી નોટિસો મોકલી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. વિધી એસોસિએટ્સ દ્વારા એમએસ ધોનીનું પ્રતિનિધિત્વ કરતા દયાનંદ સિંહે આ માહિતી આપી છે. તેણે કહ્યું કે અરકા સ્પોર્ટ્સે તેની સાથે છેતરપિંડી કરી છે. તેના કારણે MSDને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.