• ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી આજે શુભમન ગિલ 24 વર્ષનો થયા
  • સૌથી મોટી ઉંમરે બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી
  • રમતની ડેટિંગ મામલે પણ ચર્ચામાં રહે છે શુભમન ગીલ
ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ આજે એટલે કે 8 સપ્ટેમ્બરે 24 વર્ષનો થઈ ગયા છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ગિલના જન્મદિવસ પર જણાવીશું, તે કઈ સુંદરીઓ સાથે ચર્ચામાં રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શુભમન ગીલે છેલ્લા એક વર્ષમાં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે ભારત માટે સતત રન બનાવ્યા છે. જેના કારણે આજે તેઓ કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ માટે ફર્સ્ટ ચોંઈસ છે. IPLથી લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ સુધી ગિલનું બેટ જોરદાર બોલે છે. જો કે આજે એટલે કે 8મી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે. તેઓ હવે 24 વર્ષના છે. શુભમને પોતાની રમતથી ઘણી હેડલાઈન્સ બનાવી છે. પરંતુ તેમની સાથે જ તે ડેટિંગના મામલે પણ ચર્ચામાં રહે છે. ચાલો જોઈએ ગિલનું નામ કોની-કોની સાથે જોડાયેલું છે.

બોલિવુડમાં પણ ગીલની ચર્ચા
ભારતીય ઓપનર શુભમન ગિલનું નામ દિગ્ગજ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન સાથે પણ જોડાયેલું છે. બંને ઘણી વખત જાહેરમાં સાથે પણ જોવા મળ્યા છે. સારા અલી ખાન અને શુભમન ગિલ દુબઈની એક રેસ્ટોરન્ટમાં પણ ડિનર કરતા જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. જો કે, તેમના સંબંધોને કોઈપણ રીતે સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી.

સારા તેંડુલકર સાથે ડેટિંગની અફવા હતી
શુભમન ગિલનું નામ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે પણ જોડાયેલું હતું. એવું માનવામાં આવતું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, તેમના સંબંધોને કોઈપણ રીતે સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી.


ગિલને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું
એશિયા કપ 2023 બાદ હવે 24 વર્ષના શુભમન ગિલની પણ ભારત માટે વર્લ્ડ કપ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં શુભમન રોહિત સાથે ઓપનિંગ કરતા જોવા મળશે. તેમને ટીમમાં અનુભવી શિખર ધવનના સ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગિલનો આ પહેલો વર્લ્ડ કપ હશે.

શુભમન ગીલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી એવી છે
શુભમન ગીલે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 18 ટેસ્ટ, 29 વનડે અને 11 ટી20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 32ની એવરેજથી 966 રન બનાવ્યા છે. તેના નામે ટેસ્ટમાં 2 સદી અને 4 અડધી સદી છે. વનડેમાં ગીલે 63ની એવરેજથી 1514 રન બનાવ્યા છે. શુભમને વનડેમાં 4 સદી અને 7 અડધી સદી ફટકારી છે. આ સિવાય ટી20માં ગિલે 1 સદી અને 1 ફિફ્ટી સાથે 304 રન બનાવ્યા છે. ટી20માં તેની એવરેજ 30 છે.

ગીલના નામે છે આ ખાસ રોકોર્ડસ
  • શુભમન ગિલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને ગુજરાત ટાઇટન્સ (GT) તરફથી રમ્યા છે.
  • 91 મેચોમાં 37.70ની એવરેજ અને 134.07ના સ્ટ્રાઈક રેટથી 2,790 રન બનાવ્યા, જેમાં ત્રણ સદી અને 18 અર્ધસદી સામેલ છે.
  • ગિલનો આઈપીએલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 129 છે.
  • વર્ષ 2023માં જીટી તરફથી રમતી વખતે ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી હતી
  • 23 વર્ષની ઉંમરે, તે IPL ઇતિહાસમાં સૌથી વધુ રન (890) સાથે સૌથી યુવા 'ઓરેન્જ કેપ' વિજેતા છે.
  • ગિલ આઈપીએલ સિઝનમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વિરાટ કોહલીએ 2016માં ચાર સદી અને 7 અર્ધસદીની મદદથી 973 રન બનાવ્યા હતા.
  • Follow us on: