- ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2023ની શરૂઆત શાનદાર
- ટીમ ઈન્ડિયા બે ફોર્મેટમાં નંબર-1 પર જોવા મળી
- માત્ર ટીમ જ નહીં પણ ખેલાડીઓનો જલવો
ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2023ની શરૂઆત શાનદાર રહી છે અને ભારતે સતત બે વનડે સીરીઝ જીતી છે. ખાસ વાત એ છે કે આઈસીસી રેન્કિંગ અને આઈસીસી એવોર્ડ્સમાં પણ ભારતીય ટીમ અને ભારતીય ખેલાડીઓની શાન જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા બે ફોર્મેટમાં નંબર-1 છે જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ પ્લેયર રેન્કિંગમાં છે.
ટીમ ઈન્ડિયા નંબર-1 ક્યાં છે?
ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમ ઈન્ડિયા ODI રેન્કિંગમાં નંબર-1 બની ગઈ છે જ્યારે T20 ફોર્મેટમાં તે પહેલાથી નંબર-1 હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ મેચ બાદ કહ્યું હતું કે, અમારું ધ્યાન રેન્કિંગ પર નથી અમે દરેક મેચમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરીએ છીએ. ટીમ ઈન્ડિયા એક તરફ T20 અને ODI રેન્કિંગમાં નંબર-1 છે તો બીજી તરફ ટેસ્ટમાં નંબર-2 છે અને જો તે ઓસ્ટ્રેલિયાથી સિરીઝ જીતે છે તો તે ત્યાં પણ નંબર-1 બની શકે છે.
T20માં ભારતનું રેન્કિંગ નંબર 1
ODIમાં ભારતનું રેન્કિંગ નંબર 1
ટેસ્ટમાં ભારતનું રેન્કિંગ નંબર 2
માત્ર ટીમ જ નહીં પણ ખેલાડીઓનો જલવો
ટીમ રેન્કિંગમાં ભારતનો દબદબો છે પરંતુ ખેલાડીઓની રેન્કિંગમાં હવે દબદબો જોવા મળી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ સમાપ્ત થયા બાદ મોહમ્મદ સિરાજ ODI રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. આશ્ચર્યજનક વાત એ છે કે દરેક ફોર્મેટમાં એક અથવા બીજી રેન્કિંગમાં ભારતીય ખેલાડી નંબર-1 પર યથાવત છે.
T20 રેન્કિંગ - સૂર્યકુમાર યાદવ, નંબર-1 બેટ્સમેન
ODI રેન્કિંગ - મોહમ્મદ સિરાજ, નંબર-1 બોલર
ટેસ્ટ રેન્કિંગ - રવિન્દ્ર જાડેજા, નંબર 1 ઓલરાઉન્ડર
આઈસીસી એવોર્ડ્સમાં પણ ભારતીય ખેલાડીઓનો મહિમા જોવા મળ્યો છે. ICCએ સૂર્યકુમાર યાદવને T20 પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. ICCની વર્ષ 2022ની સર્વશ્રેષ્ઠ T20 ટીમમાં હાર્દિક પંડ્યા-વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ સહિત ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે. જ્યારે ઋષભ પંતને ICC ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે.