• ગાંગુલીએ આગામી ODI વર્લ્ડ કપને લઈને મોટી ભવિષ્યવાણી કરી
  • ગાંગુલીના મતે ભારત સિવાય ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની ટીમો સેમિફાઈનલમાં પહોંચી શકે
  • મેગા ઈવેન્ટને લઈને ભારતીય ખેલાડીઓ પર વધુ માનસિક દબાણ નહીં હોય

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતમાં યોજાનાર આગામી ODI વર્લ્ડ કપને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાનારી આ મેગા ઈવેન્ટમાં ગાંગુલીના મતે યજમાન ભારત સિવાય ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો સેમિફાઈનલમાં પહોંચી શકે છે. આ સિવાય ગાંગુલીએ ચોથી ટીમ માટે ન્યૂઝીલેન્ડ અથવા પાકિસ્તાનને કહ્યું હતું.

સૌરવ ગાંગુલીએ કહ્યું કે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા મારી પહેલી પસંદગી છે. તમે મોટી ઈવેન્ટ્સમાં ન્યૂઝીલેન્ડની ટીમને હળવાશથી લઈ શકતા નથી. આવી સ્થિતિમાં, હું મારી સેમિફાઇનલ રેસમાં 5 ટીમો પર વિચાર કરીશ. હું આમાં પાકિસ્તાનને પણ સામેલ કરવા ઈચ્છું છું. ગાંગુલીએ વધુમાં કહ્યું કે જો પાકિસ્તાન ક્વોલિફાય થાય છે તો ભારતીય ફેન્સ ઈડન ગાર્ડન્સ મેદાન પર બંને ટીમો વચ્ચેની સેમિફાઈનલ મેચ જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે જો પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચશે તો તે પોતાની મેચ કોલકાતામાં જ રમશે.

ભારતમાં યોજાઈ રહેલા વર્લ્ડ કપને કારણે ખેલાડીઓ થોડા દબાણમાં

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના જણાવ્યા અનુસાર, આ મેગા ઈવેન્ટને લઈને ભારતીય ખેલાડીઓ પર વધુ માનસિક દબાણ નહીં હોય કારણ કે તમામ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યા છે. જોકે આ વખતે ઘરઆંગણે આયોજિત ટૂર્નામેન્ટને કારણે તેમના પર પ્રદર્શનનું થોડું દબાણ ચોક્કસપણે જોવા મળી શકે છે.

ગાંગુલીએ કહ્યું કે દબાણ હંમેશા તમારા પર રહે છે. જ્યારે તે રમ્યો ત્યારે તેના પર પણ દબાણ હતું. રોહિતે ગત ODI વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી. મને ખાતરી છે કે તેમના પર પણ દબાણ હશે. દબાણ એ કોઈ સમસ્યા નથી. મને ખાતરી છે કે તે આમાંથી કોઈ રસ્તો શોધી લેશે. જ્યારે રાહુલ દ્રવિડ રમતા હતા ત્યારે પ્રદર્શન કરવાનું દબાણ હતું. હવે જ્યારે તે મુખ્ય કોચ છે, તો તેના પર ટીમના પ્રદર્શનનું દબાણ રહેશે. અમે કેટલીક વખત મહત્વની મેચોમાં સારું પ્રદર્શન કરતા નથી. મને લાગે છે કે તે માનસિક દબાણ નથી. બધા માનસિક રીતે ખૂબ જ મજબૂત છે અને મને ખાતરી છે કે આ વખતે અમે વધુ સારું પ્રદર્શન કરીશું.

  • Follow us on: