• ગૌતમ ગંભીર બન્યો ભારતીય ટીમના હેડ કોચ
  • રાહુલ દ્રવિડનો કાર્યકાળ થયો સમાપ્ત
  • BCCIએ કરી ગંભીરને હેડ કોચ બનાવવાની કરી જાહેરાત

આખરે લાંબી રાહ જોયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટી જાહેરાત કરી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. ગંભીર રાહુલ દ્રવિડનું સ્થાન લેશે. જેમનો કાર્યકાળ T-20 વર્લ્ડકપ બાદ સમાપ્ત થયો હતો. બીસીસીઆઈના સચિવે આ વાતની પુષ્ટિ કરી છે અને ગૌતમ ગંભીરને નવી ભૂમિકા માટે અભિનંદન પાઠવ્યા છે.

BCCI સેક્રેટરીએ ટ્વિટર પર લખ્યું - હું ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું ખુશીથી સ્વાગત કરું છું. આધુનિક સમયમાં ક્રિકેટનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ગૌતમ ગંભીરે આ બદલાતા માહોલને નજીકથી જોયો છે.

.

ભારતીય ક્રિકેટ માટે આદર્શ વ્યક્તિ

વિવિધ ભૂમિકાઓમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ મને વિશ્વાસ છે કે ગૌતમ ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે આદર્શ વ્યક્તિ છે. ટીમ ઈન્ડિયા પ્રત્યેની તેની સ્પષ્ટ દ્રષ્ટિ અને તેનો વિશાળ અનુભવ તેને આ રોમાંચક અને સૌથી વધુ માંગવાળી કોચિંગ ભૂમિકાને સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર બનાવે છે. BCCI તેમને આ નવી સફર શરૂ કરવામાં સંપૂર્ણ સમર્થન આપે છે.

ઘણા સમયથી ચર્ચામાં હતું ગંભીરનું નામ

તમને જણાવી દઈએ કે આ પદ માટે ગૌતમ ગંભીરનું નામ ઘણા સમયથી ચર્ચામાં હતું. તે ડબલ્યુવી રામન સાથે રેસમાં હતો, પરંતુ સૌથી મોટો દાવેદાર હતો. તાજેતરમાં, ગંભીરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટરની ભૂમિકા ભજવી હતી. જ્યાં KKR ચેમ્પિયન બની હતી. ગંભીરે KKR છોડ્યા બાદ રાહુલ દ્રવિડનું નામ ચર્ચામાં છે. હાલમાં જ ગૌતમ ગંભીરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. જેમાં તેમનો વિદાય સંદેશ સામેલ હતો. કહેવામાં આવી રહ્યું છે કે BCCIએ ગૌતમ ગંભીરની ઘણી શરતો માની લીધી છે. હવે તે શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.

કાર્યકાળ કેટલો સમય ચાલશે?

T20 વર્લ્ડકપ 2024 પૂરા થયા બાદ રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયા છોડી દીધી છે. ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાની પ્રથમ શ્રેણી 27 જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થશે. આ મહિનાના અંતમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 T20 અને 3 ODI મેચ રમાશે. ગંભીરનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2027 સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન ઘણી ICC ટૂર્નામેન્ટ્સ પણ યોજાવાની છે. ગંભીર સામે પહેલો પડકાર પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો હશે, ત્યાર બાદ ભારતને પણ 2025માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની મોટી આશા છે.

T20 વર્લ્ડકપ 2026 અને ODI વર્લ્ડકપ 2027 ગંભીરના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમની છેલ્લી ICC ટૂર્નામેન્ટ હશે. જો રિપોર્ટ્સનું માનીએ તો ગૌતમ ગંભીર કોચ બનતાની સાથે જ ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે. એવા અહેવાલો પણ હતા કે તે મર્યાદિત ઓવરો અને ટેસ્ટ ફોર્મેટમાં અલગ-અલગ ખેલાડીઓને કેપ્ટનશિપ આપી શકે છે.

KKRના મેન્ટર બની શકે છે રાહુલ દ્રવિડ 

ગંભીરે KKR છોડ્યા બાદ રાહુલ દ્રવિડનું નામ ચર્ચામાં છે. હાલમાં જ ગૌતમ ગંભીરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. જેમાં તેમનો વિદાય સંદેશ સામેલ હતો. કહેવામાં આવી રહ્યું છે કે BCCIએ ગૌતમ ગંભીરની ઘણી શરતો માની લીધી છે. હવે તે શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. 

  • Follow us on: