• એશિયા કપમાં કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવે છે ગૌતમ
  • સ્ટેડિયમની બહાર નીકળવા સમયે ફેન્સને બતાવી મિડલ ફિંગર
  • સોશિયલ મીડિયા પર સતત ટીકા થતા ગંભીરે આપ્યો ખુલાસો

ભારતીય ટીમનો પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર હાલમાં એશિયા કપમાં કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. આ દરમિયાન નેપાળ સામેની મેચમાં તેમનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેડિયમમાં ફેન્સ કોહલીના નારા લગાવતા હતા માટે ગૌતમે આવા પ્રકારનું રિએક્શન આપ્યું છે. જેના પર હવે ગૌતમ ગંભીરે ખુલાસો આપ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો

નારા સાંભળી ગૌતમે ફેન્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

[[$googlead]]

[[$alsoread]]

ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપ 2023 ની પાંચમી મેચ હાલમાં કેન્ડીના પલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ બનેલા પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન જ્યારે ગંભીર મેદાનની અંદર જઈ રહ્યો હતો, તે સમયે દર્શકોએ કોહલી-કોહલીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આના પર ગંભીરે ગુસ્સામાં પ્રતિક્રિયા આપી અને મિડલ ફીંગર બતાવી.

વર્ષ 2013માં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન દરમિયાન બંને વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. આ પછી IPLની 16મી સીઝનમાં પણ ગંભીર અને કોહલી વચ્ચે IPL મેચ બાદ મેદાન પર જોરદાર લડાઈ જોવા મળી હતી. તે મેચમાં કોહલી જ્યારે RCB ટીમ માટે રમી રહ્યો હતો, ત્યારે ગંભીર લખનૌની ટીમ માટે મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યો હતો.

ગૌતમ ગંભીરે વાયરલ વીડિયો પર આપ્યો ખુલાસો

ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે પોતાનો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું શું હતો આખો મામલો? જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, ભારત-નેપાળ મેચ દરમિયાન ગૌતમ ગંભીરે ફેન્સને મિડલ ફિગર બતાવી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગૌતમ ગંભીરને સોશિયલ મીડિયા પર ટીકાનો શિકાર બનવું પડ્યું હતું. જો કે, હવે ગૌતમ ગંભીરે પોતે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે પોતાનો ખુલાસો કર્યો છે. તેણે એ પણ કહ્યું કે શું હતો સમગ્ર મામલો?

ગૌતમ ગંભીરે પોતાના સ્પષ્ટીકરણમાં શું કહ્યું?

ગૌતમ ગંભીરે પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે હું જ્યારે બહાર નીકળી રહ્યો હતો ત્યારે મેદાનમાં હાજર કેટલાક પાકિસ્તાની ફેન્સે ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા. જેનો મેં માત્ર જવાબ આપ્યો. ગૌતમ ગંભીરના જણાવ્યા અનુસાર, ભારત વિરોધી નારાઓ સિવાય પાકિસ્તાની પ્રશંસકો કાશ્મીરને લઈને નારા લગાવી રહ્યા હતા, ત્યારબાદ તેણે તે લોકોને જવાબ આપ્યો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે જો કોઈ ભારત વિરોધી નારા લગાવશે અથવા ભારત વિરુદ્ધ વાત કરશે તો હું ચોક્કસ જવાબ આપીશ.

  • Follow us on: