• અફઘાનિસ્તાના તમામ જગ્યાએ વખાણ થયા
  • અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવતા ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા
  • અફઘાનિસ્તાનની ટીમ આ જીતની હકદાર હતી:ગૌતમ ગંભીર

અફઘાનિસ્તાને વિશ્વને બતાવ્યું કે વર્લ્ડ કપ જેવા મોટા મંચ પર એક નાનો દેશ પણ શું કરી શકે છે. અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં એક નહીં પરંતુ બે વખત આ સાબિત કર્યું છે. પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું અને પછી પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને મોઢા પર જવાબ આપ્યો હતો. અફઘાનિસ્તાના તમામ જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ ટીમના વખાણ કર્યા છે. આ દરમિયાન ગૌતમ ગંભીરનું નિવેદન સામે આવ્યું છે તેણે પાકિસ્તાનને સ્પષ્ટ જવાબ આપ્યો છે.

ગૌતમ ગંભીરે આ પ્રતિક્રિયા આપી 

મેચ પૂરી થયા બાદ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, 'મને લાગે છે કે અફઘાનિસ્તાનની ટીમ આ જીતની હકદાર હતી. જો પાકિસ્તાનની ટીમે અફઘાનિસ્તાનને હરાવ્યું હોત તો કંઈક વધારે ઉલટફેર જોવા મળતી નહીં. ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, અફઘાન ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું છે તેઓ ખરેખર આ જીતના હકદાર હતા. અફઘાન ટીમે આ બતાવ્યું છે. પહેલા બોલિંગ શાનદાર હતી. આ પછી બેટ્સમેનોએ પોતાનું કામ કર્યું હતું

બેટ્સમેનોએ પાકિસ્તાન પાસેથી જીત છીનવી લીધી

પાકિસ્તાને આપેલા 283 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે અફઘાન ટીમના ઓપનર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને પ્રથમ વિકેટ માટે 130 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. ગુરબાઝ 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 65 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ માટે આ પહેલો આંચકો હતો. ત્યાર બાદ ઈબ્રાહિમ ઝદરાનની બીજી વિકેટ પડી હતી. ઝદરને 87 રનની ઇનિંગ રમી જેમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. અફઘાન ટીમે એકપણ વિકેટ ગુમાવી ન હતી અને રહમત શાહ-હશમતુલ્લાહ શાહિદીની અણનમ ભાગીદારીએ ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. શાહે 77 અને શાહિદીએ 48 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે અણનમ 96 રન જોડ્યા હતા.

પાકિસ્તાની બોલરોને ખરાબ રીતે પરાજય મળ્યો 

અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ પાકિસ્તાનના બોલરોને પછાડ્યા હતા. પાકિસ્તાનના ઘાતક ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ સૌથી વધુ 58 રન આપ્યા અને 1 વિકેટ લેવામાં સફળ રહ્યો. આ સિવાય હસન અલીને 1 સફળતા મળી હતી. તેણે 44 રન આપ્યા હતા. અન્ય કોઈ બોલર વિકેટ લઈ શક્યા ન હતા. હરીશ રઉફે 8 ઓવરમાં 53 રન, ઉસામા મીરે 8 ઓવરમાં 55 રન, શાદાબ ખાને 8 ઓવરમાં 49 રન અને ઈફ્તિખાર અહેમદે 5 ઓવરમાં 27 રન આપ્યા હતા.

  • Follow us on: