• ODIમાં 10 હજાર રનનો આંકડો બનાવનાર 6 ખેલાડી બન્યા રોહિત
  • રોહિતની આ સિદ્ધિ પર ગૌતમ ગંભીરે ચોંકાવનારું નિવેદન આપ્યું
  • રોહિતના ખરાબ ફોર્મ બાદ 2013થી કારકિર્દીમાં બદલાવ આવ્યો હતો

એશિયા કપ 2023માં રોહિત શર્માએ અત્યાર સુધી કેપ્ટનશિપ અને બેટિંગ બંને મોરચે બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. દરમિયાન ગૌતમ ગંભીરે પોતાની સફળતાનો શ્રેય ધોનીને આપ્યો છે. આ નિવેદન ચોંકાવનારુ છે.

રોહિતની સફળતા પર ગંભીરનું ચોકાવનારું નિવેદન

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપ 2023માં શ્રીલંકા સામેની સુપર-4 મેચમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતે ODIમાં 10,000 રનનો આંકડો પણ પાર કર્યો અને આવું કરનાર છઠ્ઠો ભારતીય ખેલાડી બન્યો. રોહિત શર્માની આ સિદ્ધિ પર પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે ચોંકાવનારું નિવેદન આપ્યું અને તેનો શ્રેય મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો.

2013થી રોહિતના કારકિર્દીના બદલાવ આવ્યો

રોહિતની શરૂઆતની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી હતી, આવી સ્થિતિમાં તેમને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો પણ દેખાડવામાં આવ્યો હતો. રોહિત તેમના પ્રારંભિક 2000 ODI રન પૂરા કરનાર ભારત માટે ચોથો સૌથી ધીમા બેટ્સમેન હતા. જો કે, વર્ષ 2013 ચેમ્પિયન્સ ટ્રોફી રોહિતની કારકિર્દી માટે સૌથી મોટો બદલાવ સાબિત થયો, તેમને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવાની તક મળી.

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં રોહિતે આ તકને બંને હાથે પકડી લીધી અને ટીમમાં પોતાનું સ્થાન સંપૂર્ણપણે પાક્કું કર્યું. ગૌતમ ગંભીરે ભારત-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે આજે આપણે જે રોહિત શર્માને જોઈ રહ્યા છીએ તેમનો સૌથી મોટો શ્રેય મહેન્દ્ર સિંહ ધોનીને જાય છે. જ્યારે રોહિત તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે તેમને ધોનીનો ઘણો સાથ મળ્યો અને હવે તે તેને સાચો સાબિત કરી રહ્યો છે.

રોહિતે એશિયા કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું

એશિયા કપ 2023માં રોહિત શર્મા અત્યાર સુધી કેપ્ટન અને બેટ્સમેન બંને મોરચે પોતાને સાબિત કરવામાં સફળ રહ્યા છે. રોહિતે નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા સામે અડધી સદી ફટકારીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ એશિયા કપમાં અત્યાર સુધી રોહિતે 4 ઇનિંગ્સમાં 64.67ની એવરેજથી 194 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 11 છગ્ગા પણ જોવા મળ્યા હતા.

  • Follow us on: