- વિશ્વભરમાં લોકપ્રિય રમત પૈકીની એક ક્રિકેટના કરોડો ચાહકો છે
- એક મેચમાં બોલર અજીબ એક્શન સાથે બોલિંગ કરતો જોવા મળ્યો
- આ વિચિત્ર એક્શનવાળા બોલરનું નામ જ્યોર્જ મેકમેનેમી છે
વિશ્વભરમાં લોકપ્રિય રમત પૈકીની એક ક્રિકેટના કરોડો ચાહકો છે. આ જ કારણ છે કે લોકો આ ગેમ જોવાનું અને તેના વિશે જાણવાનું પસંદ કરે છે. ક્રિકેટના મેદાનના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. આ વીડિયોમાં કાં તો બેટ્સમેન વિચિત્ર રીતે આઉટ થાય છે અથવા તો બોલર અનોખા એક્શન સાથે બોલિંગ કરતો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
હાલમાં જ ક્રિકેટના મેદાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તમામ ક્રિકેટ પ્રેમીઓ આ વીડિયો જોઈને બોલરની બોલિંગ એક્શન જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિચિત્ર એક્શનવાળા બોલરનું નામ જ્યોર્જ મેકમેનેમી છે.
માનવામાં આવે છે સૌથી ખરાબ ક્રિકેટર
જ્યોર્જ મેકમેનેમી પોતાને વિશ્વનો સૌથી ખરાબ ક્રિકેટર માને છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બોલ ફેંકતા પહેલા તે પહેલા ડાન્સ કરે છે અને પછી બોલને થોડા ડગલાં સુધી હાથમાં પકડીને ફેંકે છે. આવી સ્થિતિમાં, બેટ્સમેન બોલને યોગ્ય રીતે ફટકારતો નથી અને બોલ સીધો તેની નજીક પડે છે.
પોતાનો વિડિયો શેર કર્યો
સોશિયલ મીડિયા પર પોતાની બોલિંગ એક્શનનો વીડિયો શેર કરતા જ્યોર્જ મેકમેનેમીએ લખ્યું, 'મિત્રો, હું કદાચ મૂર્ખ હોઈશ, હું દુનિયાનો સૌથી ખરાબ ક્રિકેટર હોઈ શકું છું, પરંતુ આ ગેમે મારી જિંદગી બચાવી છે, મારા માનસિક સ્વાસ્થ્યને સમૃદ્ધ બનાવ્યું છે અને મને ફરી એકવાર ખુશ રહેવા અને પ્રયત્ન કરવા માટે એક પ્લેટફોર્મ આપ્યું. મારી માતા સ્વર્ગમાં ગર્વ અનુભવે. ક્રિકેટ આઇ લવ યુ.