- આજે અમદાવાદ ખાતે ભારત-પાક.ની મેચ રમાશે
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે
- ગીલના ફેન્સ ડેન્ગ્યુના બેનર સાથે પહોંચ્યા એરપોર્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તેના પર સૌની નજર છે. ભારતીય પ્લેઈંગ કોમ્બિનેશનમાં સૌથી મોટો સવાલ એ છે કે શુભમન ગિલ રમશે કે નહીં? અત્યાર સુધીના તમામ રિપોર્ટ્સ અને વાતાવરણને જોતા એવું લાગે છે કે શુભમન ગિલનું રમવાનું લગભગ નક્કી છે.
શુભમન ગિલ ગયા અઠવાડિયે ડેન્ગ્યુથી સંક્રમિત જોવા મળ્યા હતા, ત્યારબાદ તેને BCCIની મેડિકલ ટીમ દ્વારા નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ થોડા કલાકો બાદ ડોક્ટરે ગિલને રજા આપી દીધી હતી.
ગિલ રમશે કે નહીં?
ડેન્ગ્યુના કારણે શુભમન ગિલ પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો, પરંતુ પાકિસ્તાન મેચ પહેલા તેમણે અમદાવાદ જઈને 2 દિવસ સુધી નેટ્સમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી. ભારત-પાકિસ્તાન મેચના એક દિવસ પહેલા શુભમન ગિલે બેટિંગ માટે ઘણી પ્રેક્ટિસ કરી હતી, અને રવિચંદ્રન અશ્વિનના બોલને ખૂબ સારી રીતે રમી રહ્યા હતા. નેટ પ્રેક્ટિસ દરમિયાન, અશ્વિન એક બોલ પણ શુભમન ગિલને હરાવી શક્યો ન હતો, જોકે શુભમન ગિલ મોહમ્મદ શમીના બોલ પર થોડી સાવધાની સાથે રમી રહ્યા હતા.
ગીલ માટે ફેન્સનો ક્રેઝ
આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ગીલના ફેન્સ પહોંચી ગયા છે. ફેન્સના હાથમાં એક બેનર જોવા મળે છે. જેમાં ડેમ યુ અને મચ્છર દોરેલું જોવા મળે છે. તેમજ મીસ યુ લખેલું છે. ગીલના ડેન્ગ્યુ સંક્રમિત થવાને કારણે તે રમશે કે નહી તેવી અટકળો ચાલી રહી છે. જ્યારે ફેન્સને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જવાબમાં કહ્યું કે જો ગીલ રમશે તો અમને સારું અને બેનરમાં મીસ યુ નીકાળીને વેલકમ ચીપકાવી દઈશું. ગીલ છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં ચાલ રહ્યો છે. હવે આ મેચમાં જોવુ રહ્યું કે ગીલ મેદાનમાં વાપસી કરી તે ફોર્મ જાળવી રાખે છે કે કેમ.









