- ભારતે એક જ દિવસમાં બે ઓલિમ્પિક ક્વોટા મેળવ્યા
- ટીમ ઇવેન્ટમાં ભારતે ટોચનું સ્થાન હાંસલ કર્યું
- ભારતીય શૂટિંગ ટીમ કુલ 1740 પોઇન્ટ સાથે ટીમ ઇવેન્ટમાં ટોચના ક્રમે રહી હતી.
ભારતના યુવા શૂટર વરુણ તોમરે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરની મેન્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને 14મો ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો હતો. ભારતે ઉપખંડની આ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે ગોલ્ડ સહિત કુલ ત્રણ મેડલ મેળવ્યો હતા. 20 વર્ષીય તોમરે ફાઇનલમાં 239.6 પોઇન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારતના અન્ય શૂટર અર્જુન ચીમાએ 237.3 પોઇન્ટ સાથે સિલ્વર અને મંગોલિયાના દેવાખુ એંખતાઇવાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય શૂટિંગ ટીમ કુલ 1740 પોઇન્ટ સાથે ટીમ ઇવેન્ટમાં ટોચના ક્રમે રહી હતી.
ઇરાન અને કોરિયાએ અનુક્રમે સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર ઇવેન્ટમાં પેરિસ ઓલિમ્પિક માટે કુલ 16 ક્વોટા દાવ ઉપર લાગેલા છે. મેન્સ તથા વિમેન્સ માટે 10 મીટર એર પિસ્તોલમાં ચાર ક્વોટા છે જેમાંથી ભારતને સર્વાધિક ત્રણ મળી શકે તેમ છે.










