- એશિયા કપ 2023ની જાહેરાત સાથે જ ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર આવ્યા
- ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે
- અય્યર અને બુમરાહ એશિયા કપ માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકે છે
એશિયા કપ 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. 31 ઓગસ્ટથી તેનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર આવ્યા છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐયર ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર અય્યર અને બુમરાહ એશિયા કપ માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકે છે. આ બંનેની તપાસ નેશનલ ક્રિકેટ એકેડમીમાં કરવામાં આવશે.
બુમરાહ અને ઐયરે હાલમાં જ ઈજા બાદ સર્જરી કરાવી છે. આ કારણે આ બંને ખેલાડીઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ ન હતા. બુમરાહ પણ IPL 2023માંથી બહાર હતો. ક્રિકઇન્ફોના એક સમાચાર અનુસાર નેશનલ ક્રિકેટ એકેડમીનો મેડિકલ સ્ટાફ આ બંને ખેલાડીઓની તપાસ કરશે. બુમરાહે પીઠની સર્જરી કરાવી છે. આ માટે તે માર્ચમાં ન્યુઝીલેન્ડ ગયો હતો. બુમરાહ હાલમાં ફિઝિયોથેરાપી કરાવી રહ્યો છે.










