- આર્યન કારકિર્દીમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ મેડલ હાંસલ કર્યો છે
- ગુજરાતની અનુભવી મહિલા સ્વિમર માના પટેલ 50 મીટર બેક સ્ટ્રોકમાં પાંચમા ક્રમે રહી
- શ્રીહરિ નટરાજે 50 મીટર બેકસ્ટ્રોકમાં 25.76 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ
11મી એશિયન એજ ગ્રૂપ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના પ્રતિભાશાળી સ્વિમર આર્યન નેહરાએ 18 અને ઓપન એજ કેટેગરીની 800 મીટર ફ્રી સ્ટાઇલમાં આઠ મિનિટ અને 03.26 સેકન્ડ સમય સાથે સિલ્વર મેડલ મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. નેશનલ સ્તરે વિવિધ રેકોર્ડ ધરાવતા આર્યન કારકિર્દીમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ મેડલ હાંસલ કર્યો છે. ભારતના અન્ય સ્વિમર્સમાં શ્રીહરિ નટરાજે 50 મીટર બેકસ્ટ્રોકમાં 25.76 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ તથા કુશાગ્ર રાવતે 800 મીટર ફ્રી-સ્ટાઇલમાં આઠ મિનિટ 08.62 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ગુજરાતની અનુભવી મહિલા સ્વિમર માના પટેલ 50 મીટર બેક સ્ટ્રોકમાં 29.99 સેકન્ડના સમય સાથે પાંચમા ક્રમે રહી હતી. ભારતની મેન્સ ચાર બાય 100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ત્રણ મિનિટ 26.19 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ હાંસલ કરવામાં સફળ રહી હતી.










