IPLના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સે ઈજાગ્રસ્ત દિલશાન મધુશંકાના સ્થાને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ક્વેના મફાકાને ટીમમાં સામેલ કર્યો છે. મફાકાએ તાજેતરમાં અંડર-19 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો.
બીજી તરફ ગુજરાતે મોહમ્મદ શમીના સ્થાને સંદીપ વૉરિયરને ટીમમાં સામેલ કર્યો છે. વારિયા તેની મૂળ કિંમત રૂ. 50 લાખ પર ગુજરાત ટાઇટન્સમાં પણ જોડાશે. ગુજરાતની ટીમને મોહમ્મદ શમીના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. નવા કેપ્ટન શુભમન ગિલ માટે આ એક મોટો પડકાર સાબિત થશે.
મુંબઈ ઈન્ડિયન્સની અપડેટેડ ટીમ
હાર્દિક પંડ્યા (c), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રુઈસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (wk), તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વાધેરા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, ક્વેના માપાફા, લ્યુક વૂડ, રોમારિયો શેફર્ડ.
ગુજરાત ટાઇટન્સે અપડેટેડ ટીમ
શુભમન ગિલ (c), કેન વિલિયમસન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ (wk), વિજય શંકર, જયંત યાદવ, રિદ્ધિમાન સાહા (wk), અભિનવ મનોહર, રાશિદ ખાન, જોશુઆ લિટલ, નૂર અહેમદ, રાહુલ તેવાટિયા, દર્શન નલકાંડે, આર. સાંઈ કિશોર, બી. સાઈ સુદર્શન, મોહિત શર્મા, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, શાહરૂખ ખાન, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, સંદીપ વોરિયર, માનવ સુથાર, સ્પેન્સર જોન્સન, રોબિન મિંઝે (ઈજાગ્રસ્ત, સમગ્ર સિઝનમાંથી બહાર).