- ગુજરાતે સાત મેચમાં પાંચમો વિજય મેળવ્યો
- ગુજરાતના ડિફેન્ડર્સે 14 બોનસ પોઇન્ટ હાંસલ કર્યા
- સુકાની જગન્નાથ દાસે ગુજરાતને છ બોનસ પોઇન્ટ અપાવ્યા
સુકાની જગન્નાથ દાસના નેતૃત્વ હેઠળ ડિફેન્ડર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત જાયન્ટ્સે ચેન્નઇ ક્વિક ગન્સને 50-44ના સ્કોરથી હરાવીને અલ્ટિમેટ ખો-ખોની પ્રથમ સિઝનમાં ફરીથી ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતું. ગુજરાતે સાત મેચમાં પાંચમો વિજય મેળવ્યો છે અને તેના 17 પોઇન્ટ થયા છે. ગુજરાતના ડિફેન્ડર્સે 14 બોનસ પોઇન્ટ હાંસલ કર્યા હતા. જગન્નાથે (3.42 મિનિટ) શાનદાર ડિફેન્સનું પ્રદર્શન કરીને ત્રીજા ટર્નમાં જ ગુજરાતને છ બોનસ પોઇન્ટ અપાવ્યા હતા. એટેકમાં ગુજરાત માટે સુયેશ ગરગાટેએ સર્વાધિક આઠ પોઇન્ટ મેળવ્યા હતા.










