- વિમેન્સ પ્રીમિયર લીગની સિઝન-2ની ત્રીજી મેચ
- ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ
- બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની ત્રીજી મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈએ ચાલુ ટુર્નામેન્ટની તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું, જ્યારે ગુજરાત જાયન્ટ્સ ટીમ આજે આ સિઝનમાં તેની પ્રથમ મેચ રમશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. હરમનપ્રીતના નેતૃત્વમાં ટીમે પ્રથમ સિઝનમાં ખિતાબ જીત્યો હતો. બીજી સિઝનમાં ટીમે રોમાંચક જીત સાથે શરૂઆત કરી છે. જયારે ગુજરાત તેની પ્રથમ મેચ જીતીને સિઝનની શરૂઆત કરવા માગશે. ગુજરાત માટે ફોબી લિચફિલ્ડ, કેથરીન બ્રાઇસ, લી તાહુહુએ ડેબ્યૂ કર્યું છે.













