અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે રમાતી આઇટીએફ જુનિયર વર્લ્ડ ટેનિસમાં ગુજરાતની ટેલેન્ટેડ ખેલાડી અવની ચિતાલેએ શાનદાર પ્રદર્શન કરીને ઓપનિંગ રાઉન્ડમાં વિજય હાંસલ કર્યો હતો.
તેણે એકતરફી અંદાજમાં તેલંગાનાની દિવિજા માનૈનીને કોઇ પણ મુશ્કેલી વિના 6-3, 6-1ના સ્કોરથી પરાજય આપ્યો હતો. ગર્લ્સ ઇવેન્ટના કેટલાક મુકાબલામાં પાંચમી ક્રમાંકિત એન્જલ પટેલે હિયા કુગાસિયાને સીધા સેટમાં 6-2, 6-2થી પરાજય આપ્યો હતો. ડાનિસા ફર્નાન્ડો 6-4ના સ્કોરે રિટાયર્ડ થતા પાલ ઉપાધ્યાય બીજા રાઉન્ડમાં પ્રવેશી હતી. અન્ય મુકાબલામાં વારાડેકર સિયાતેએ માધવી મિશ્રાને 6-2, 6-3થી, દિશા કુમારે અનુષ્કા ભોલાને 6-3, 6-3થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત ગૌરવ દલાલે પી. મુન્ડેને પ્રથમ સેટ










