- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે.
- રોહિત શર્મા તેની વિસ્ફોટક બેટિંગ સિવાય તેની ફની સ્ટાઇલ માટે પણ જાણીતો
- ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન સ્ટમ્પ માઇકમાં રોહિતનો અવાજ કેદ થયો
રોહિત શર્મા તેની વિસ્ફોટક બેટિંગ સિવાય તેની ફની સ્ટાઇલ માટે પણ જાણીતો છે. રોહિત શર્મા એક એવો ખેલાડી છે જે હળવા મૂડમાં રહે છે. મુંબઈથી આવેલા રોહિત શર્માની હિન્દી પણ ઘણી પસંદ કરવામાં આવે છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા કહેતો જોવા મળી રહ્યો છે કે, આપણને ત્રણ ઓવરનો તે લાગશે.'
સ્ટમ્પ માઇકમાં કેદ થયો રોહિતનો અવાજ
રાજકોટમાં રમાઈ રહેલી મેચની બીજી ઈનિંગ અને ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન સ્ટમ્પ માઇકમાં રોહિતનો અવાજ કેદ થયો હતો.મોહમ્મદ સિરાજે ઈનિંગની 68મી ઓવર પૂરી કરી હતી. સાંભળી શકાય છે કે સિરાજ તેની ઓવર પૂરી કરીને જઇ રહ્યો હોય છે ત્યારે કેપ્ટન રોહિત શર્મા કહેતા સંભળાય છે કે, "જલ્દી કરો, બોલ માંગો, આપણે ત્રણ ઓવર પાછળ છીએ. જો આ લોકો ઓલઆઉટ થઈ ગયા તો આપણને ત્રણ ઓવરનું તે લાગશે."
રોહિતની ભાષા સમજવી મુશ્કેલ
જોકે, વિડિયોમાં એ સ્પષ્ટ નથી થયું કે રોહિત શર્માના 'તે'નો અર્થ શું છે. કદાચ ભારતીય કેપ્ટન પેનલ્ટીની વાત કરી રહ્યો છે. પરંતુ સત્તાવાર રીતે એ સ્પષ્ટ નથી થયું કે રોહિત શર્મા 'તે' દ્વારા શું કહેવા માગે છે. એક વખત વિરાટ કોહલીએ પણ પોતાના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે રોહિત શર્મા ઘણીવાર એવી ભાષા બોલે છે જે સમજવી દરેક માટે સરળ નથી હોતી.
ત્રીજા દિવસ પછી મેચના હાલ
રાજકોટ ટેસ્ટના ત્રણ દિવસ પૂર્ણ થયા છે. ટીમ ઈન્ડિયાએ તેના બીજા દાવમાં બેટિંગ કરતા ત્રીજા દિવસના અંતે 196/2 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલે 133 બોલમાં 9 ફોર અને 5 સિક્સની મદદથી 104 રન બનાવ્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો. જયસ્વાલ પીઠના દુખાવા પછી રિટાયર્ડ હર્ટ થયો. દિવસના અંત સુધીમાં ભારતે 322 રનની લીડ મેળવી લીધી હતી.