• ઘણા લોકો માને છે કે ઋષભ પંતે પોતાની એડમાં સંગીતનું અપમાન કર્યું
  •  આ એડ પર ફિલ્મમેકર હંસલ મહેતાએ પણ નારાજગી વ્યક્ત કરી
  • જાહેરાતને હટાવવાની માંગ કરી

ભારતીય ક્રિકેટર ઋષભ પંત ફરી એકવાર ચર્ચામાં છે. ક્રિકેટર તેની નવી જાહેરાતના કારણે ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંત પોતાની નવી જાહેરાતને લઈને વિવાદોમાં ફસાઈ રહ્યો છે. ઘણા લોકો માને છે કે ઋષભ પંતે પોતાની એડમાં સંગીતનું અપમાન કર્યું છે. ફિલ્મમેકર હંસલ મહેતાએ પણ તેની એડ પર નારાજગી વ્યક્ત કરી છે.

હંસલ મહેતા ઋષભ પંત પર કેમ ગુસ્સે થયા?

ક્રિકેટર ઋષભ પંતની ડ્રીમ 11ની નવી એડ જોઈને ઘણા લોકો નિરાશ થયા છે. જાહેરાતમાં, તમે જોઈ શકો છો કે ક્રિકેટર ઋષભ પંત કહે છે કે જો હું ક્રિકેટર ન હોત તો... તે પછી તે એક સંગીતકારના ગેટઅપમાં પ્રવેશ કરે છે, પરંતુ ખૂબ જ ખરાબ રીતે ગાય છે અને પછી અંતે કહે છે- આભાર કે મેં મારું સપનું પૂરું કર્યું.

ક્રિકેટર ઋષભ પંતને દર્શાવતી એક જાહેરાતે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી છે. આ જાહેરાત T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી. ડ્રીમ 11ની એક જાહેરાતમાં ઋષભ પંતને ક્રિકેટર નહીં તો નિષ્ફળ સંગીતકાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. ડ્રીમ 11 એડમાં રિષભ પંતે કહ્યું, "ભગવાનનો આભાર, મેં મારા સ્વપ્નને પૂર્ણ કર્યુ

આ જાહેરાત સામે આવ્યા બાદ ઘણા લોકોએ કહ્યું કે ઋષભ પંતે ભારતીય સંગીતનું અપમાન કર્યું છે. ઘણા લોકો ક્રિકેટરથી નિરાશ છે અને તેમનો ગુસ્સો તેમના પર ઠાલવી રહ્યા છે. આ એડ પર ફિલ્મમેકર હંસલ મહેતાએ પણ નારાજગી વ્યક્ત કરી છે. એડનો વીડિયો ટ્વીટ કરીને તેણે લખ્યું- આ એક હાસ્યાસ્પદ અને અપમાનજનક જાહેરાત છે. તમારી જાતને પ્રોત્સાહન આપો, પરંતુ કલા અને સંસ્કૃતિને નીચી બતાવી છે. હું આ જાહેરાતને હટાવવાની માંગ કરું છું.

ઋષભ પંતની એડને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે

ઋષભ પંતની આ એડ પર ઘણા લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઋષભ પંતના ચાહકોને આ જાહેરાત રમુજી અને મનોરંજક લાગી રહી છે, પરંતુ ઘણા લોકો તેને સંગીતનું અપમાન ગણાવી રહ્યા છે.

બીજી તરફ ઋષભ પંતની વાત કરીએ તો તે અવારનવાર પોતાના ક્રિકેટની સાથે અભિનેત્રી ઉર્વષી રૌતેલા સાથેના અણબનાવને લઈને ચર્ચામાં રહે છે. એક સમયે બંનેના ડેટિંગના સમાચાર આવ્યા હતા, પરંતુ હવે બંને એકબીજાને ટોણો મારવાની કોઈ તક છોડતા નથી. બીજી તરફ, હંસલ મહેતા એક ફિલ્મ નિર્માતા છે, જેઓ તેમની ફિલ્મો સાથે તેમના સચોટ પ્રતિભાવ આપવાને લઇને ચર્ચામાં રહે છે. 

  • Follow us on: