ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ કોચ અનિલ કુંબલેનો આજે જન્મ દિવસ છે. તે જિમ લેકર પછી ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં 10 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી છે. તેમનો જન્મ 17 ઓક્ટોબર 1970ના રોજ બેંગ્લોરમાં થયો હતો. કુંબલેના માનમાં મુખ્ય ચોકનું નામ અનિલ કુંબલે સ્ક્વેર રાખવામાં આવ્યું છે. કુંબલે ભારતીય ટીમ માટે 619 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી છે. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. ત્યારે આવો આજે જાણીએ તેમનુ અંગત જીવન અને પરિવાર વિશે.


  • કુંબલેના પિતાનું નામ કૃષ્ણા સ્વામી છે અને તેમની માતાનું નામ સરોજા છે. તેમની અટક કુંબલે તેમના પરિવાર દ્વારા તેમના પૂર્વજોના ગામ કુંબલેના નામ પરથી રાખવામાં આવી છે. નવજોત સિંહ સિદ્ધુએ તેમની સારી ઊંચાઈના કારણે તેમનું નામ જમ્બો રાખ્યું છે.
  • નેશનલ કોલેજ, બસવાનાગુડીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યા પછી, કુંબલેએ 1992માં નેશનલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી.
  • તેમણે કર્ણાટક તરફથી 1989માં હૈદરાબાદ સામે ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે ચાર વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શનને જોઈને તેને પાકિસ્તાન સામેની અંડર 19 ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા.

આ ઐતિહાસિત રેકોર્ડ છે કુંબલેના નામે 

જન્મદિવસના ખાસ અવસર પર તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ પૂર્વ સ્પિનર ​​અનિલ કુંબલેનો એક ઇનિંગ્સમાં પરફેક્ટ 10 વિકેટ લેવાનો ઐતિહાસિક રેકોર્ડ છે. તેણે 1999માં રાજધાની દિલ્હીમાં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ કુંબલેએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનની ઈનિંગ્સની તમામ 10 વિકેટ લીધી.

પરિણીતા સાથે થયો પ્રેમ

ક્રિકેટની સફર દરમિયાન કુંબલેને એક પરિણીતા સાથે પ્રેમ થઇ ગયો હતો. તેનું નામ છે ચેતના. તે દરમિયાન ચેતના એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતી હતી અને તેના વૈવાહિક જીવન સાથે સંઘર્ષ કરી રહી હતી. ચેતનાએ તેના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કર્યા પછી જ એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરવાનું શરૂ કર્યું. ચેતનાએ પ્રેમ પરથી તમામ વિશ્વાસ ગુમાવી દીધો હતો. પરંતુ કુંબલેએ ચેતનાને ટેકો આપ્યો અને ધીમે ધીમે તેનું દિલ જીતવાનો પ્રયાસ કર્યો અને તે સફળ પણ થયા. ઉલ્લેખનીય છે કે અનિલ કુંબલેને વિવાહિત ચેતના સાથે ફરીથી લગ્ન કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

2 દીકરી અને એક પુત્રના પિતા

ચેતનાએ 1999 માં તેના પહેલા પતિને છૂટાછેડા આપી દીધા અને તે જ વર્ષે અનિલ કુંબલે સાથે લગ્ન કર્યા હતા. અનિલ કુંબલે ત્રણ બાળકોનો પિતા છે. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. ત્રણ બાળકોમાંથી ચેતનાને કુંબલેનો એક પુત્ર અને એક પુત્રી છે. જ્યારે અરુણી નામની દીકરી ચેતનાને તેના પહેલા પતિથી એક પુત્રી છે. કુંબલેએ ચેતનાની પુત્રી અરુણીને તેના પહેલા પતિની સાથે રાખવા માટે લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી. મહત્વનું છે કે ક્રિકેટ સિવાય કુંબલેને ફોટોગ્રાફીનો ઘણો શોખ છે.

  • Follow us on: