- WTCની મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે
- આ દરમિયાન હરભજન સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
- હરભજન સિંહને WTCની ફાઇનલમાં કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે. અત્યાર સુધીની 2-દિવસીય રમતમાં ઓસ્ટ્રેલિયન ટીમનો હાથ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હરભજન સિંહ ઓવલ મેદાન પર તેના એક પાકિસ્તાની ફેનને ઓટોગ્રાફ આપવા ઘૂંટણિયે પડી ગયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
હરભજન સિંહને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ માટે કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. બીજા દિવસની રમત બાદ હરભજને મેચ જોવા આવેલા એક અપંગ પાકિસ્તાની ફેનનું અભિવાદન કર્યું હતું. બાઉન્ડ્રી લાઈન પાસે જઈને તેને ઓટોગ્રાફ આપ્યો. આ દરમિયાન હરભજન સિંહે ઘૂંટણ પર બેસીને ફેન સાથે ફોટો પણ પડાવ્યો હતો.










