• ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સતત ચર્ચામાં રહે છે
  • હાર્દિક-નતાશાના ડિવોર્સના સમાચાર વચ્ચે નવો ખુલાસો થયો
  • હાર્દિક-નતાશાએ જાણીજોઇને આ ડ્રામા રચ્યો હતો

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સતત ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચેની સ્થિતિ એટલી બગડી છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને કપલ જલ્દી અલગ થઈ શકે છે. આ દરમિયાન સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. સર્બિયન મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે તે તમામ ફોટા ફરીથી પોસ્ટ કર્યા છે જે અગાઉ ગાયબ થઈ ગયા હતા. આમાં મોટાભાગની તસવીરો બંને કપલના લગ્નના છે.


'આ બધો જ હાર્દિક પંડ્યાનો પબ્લિસિટી સ્ટંટ હતો...'

હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે નતાશા સ્ટેનકોવિકે તે તમામ ફોટાને ડિલીટ કરવાને બદલે તેને છુપાવી દીધા હતા અથવા તેને આર્કાઇવમાં મૂકી દીધા હતા અને પછી તેને પબ્લિક કરી દીધા હતા. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેના સંબંધોમાં ફરીથી સુધારો થયો છે, જ્યારે ઘણા લોકો માને છે કે બંને વચ્ચેના સંબંધો ક્યારેય બગડ્યા જ ન હતા. શું બધું માત્ર પબ્લિસિટી સ્ટંટ હતું? એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાએ પોતાના ખરાબ ફોર્મ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે જાણીજોઈને આ બધો ડ્રામા રચ્યો હતો.


આખો વિવાદ અહીંથી શરૂ થયો...

તમને જણાવી દઈએ કે IPLની હરાજી બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ તરફથી ટ્રેડ કર્યો હતો. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટની ચાલ સંપૂર્ણ ફ્લોપ રહી હતી. આ સિઝનમાં બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ હાર્દિક પંડ્યા ફ્લોપ રહ્યો હતો. તેમજ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ નિરાશ કર્યા હતા. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી.

  • Follow us on: