• હાર્દિક પંડ્યા પર્સનલ લાઇફને લઇ ચર્ચામાં
  • નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડાની અફવાઓ
  • નતાશાએ સ્ટોરી શેર કરી આપ્યા હિંટ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા તેના પ્રદર્શન કરતાં તેના અંગત જીવનના કારણે વધુ ચર્ચાનો વિષય રહે છે. તેઓ પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડાની અફવાઓને કારણે સતત ચર્ચામાં છે, જ્યારથી તેમના અલગ થવાના સમાચાર આવ્યા છે, સોશિયલ મીડિયા પર અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી હાર્દિક અને નતાશા તરફથી આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

નતાશાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

આ વચ્ચે નતાશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે જીમ કરતી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું કે, 'Lost everything but don't loss lord, એટલે કે બધું ગુમાવ્યા પછી પણ ભગવાન પરથી વિશ્વાસ નથી ગયો.'

આ રીતે છૂટાછેડાની અફવા શરૂ થઈ

એક Reddit પોસ્ટ બાદ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પંડ્યા સરનેમ હટાવી દીધી છે. નોંધનીય છે કે હાર્દિકે 31 મે 2020ના રોજ સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. તે જ વર્ષે 30 જુલાઈના રોજ, તેઓએ તેમના પ્રથમ બાળક, અગસ્ત્યનું સ્વાગત કર્યું.

T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

જો હાર્દિકના પ્રદર્શનની વાત કરીએ તો તેણે T20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 150થી વધુ રન બનાવ્યા હતા. આ સિવાય 11 વિકેટ ઝડપી હતી. તેણે અંતિમ મેચમાં ત્રણ વિકેટ પણ લીધી હતી અને છેલ્લી ઓવરમાં 16 રનનો બચાવ કર્યો હતો.

  • Follow us on: