- IPL 2024માં હાર્દિક પંડ્યા GT છોડીને MIમાં જાય તેવી ચર્ચા
- હાર્દિકની કેપ્ટનશીપમાં GTએ પ્રથમ ટાઇટલ જીત્યું
- 26 નવેમ્બર સુધી ખેલાડી રીટેન અથવા રિલીઝ કરી શકાશે
IPL 2024 માટે રીટેન્શન લિસ્ટની અંતિમ તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ કેટલાક મોટા ખેલાડીઓને ટ્રાન્સફરને લઈને પણ ચર્ચાઓ ગરમ થઈ રહી છે. સૌથી વધુ ચર્ચા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસીની શક્યતા છે. IPLની આગામી સીઝનની હરાજી પહેલા આપણે અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રેડ જોઈ શકીએ છીએ. ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વાપસી કરી શકે છે. અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવા માટે 15 કરોડ રૂપિયા મળશે. તે જ સમયે, ટ્રાન્સફર ફી અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
હાર્દિકે ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું
હાર્દિક પંડ્યા ઘણા વર્ષોથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો હતો અને તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. જો કે, તે છેલ્લા બે વર્ષથી ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેણે ગુજરાત ટાઇટન્સ માટે પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. હાર્દિકના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે તેની પહેલી જ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું અને છેલ્લી વખત પણ તે ફાઇનલમાં પહોંચી હતી. હાર્દિક પંડ્યામાં શાનદાર કેપ્ટનશીપ જોવા મળી છે અને કદાચ આ જ કારણ છે કે મુંબઈ ઈન્ડિયન્સ તેને ટીમમાં પાછો લાવીને કેપ્ટન બનાવવા માંગે છે.
હાર્દિક પંડ્યા બની શકે છે મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો
એક એહેવાલના જણાવ્યા અનુસાર મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મોટો ટ્રેડ જોવા મળી શકે છે અને હાર્દિક પંડ્યાને ગુજરાતની ટીમ રીલીઝ કરી શકે છે અને તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પરત ફરશે. IPL હરાજી માટે ખેલાડીઓને રીલીઝ કરવા અથવા જાળવી રાખવાની છેલ્લી તારીખ 26મી નવેમ્બર છે.
પર્સમા માત્ર 5 લાખ રૂપિયા
જો કે, જો મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને પરત લાવવા ઈચ્છે છે, તો તેણે ઘણા ખેલાડીઓને છોડવા પડશે, કારણ કે તેમના પર્સમાં માત્ર 5 લાખ રૂપિયા જ બચ્યા છે. હાર્દિક પંડ્યા એક જબરદસ્ત ઓલરાઉન્ડર ખેલાડી છે અને જો તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પાછો ફરે છે તો ટીમ ઘણી મજબૂત બની શકે છે. એવા અહેવાલો પણ હતા કે તે IPL 2025થી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે.