• ભારત માટે આ મેચ 'કરો યા મરો' જેવી
  • આજની મેચમાં હાર્દિક પંડ્યા દેખાડશે દમ
  • પ્રથમ T20 મેચમાં પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી T20 મેચ (IND vs AUS 2nd T20I) માટે સખત તૈયારીઓ કરી છે. હાર્દિકે મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તે નાગપુરમાં પણ આ ફોર્મ ચાલુ રાખવા માંગે છે. ભારત માટે આ મેચ 'કરો યા મરો' જેવી છે.

હાર્દિકે મોહાલીને હચમચાવી નાખ્યું

હાર્દિક પંડ્યાએ મોહાલીમાં સીરિઝની શરૂઆતની T20 મેચમાં ધમાલ મચાવી હતી. જ્યારે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 103 રન હતો ત્યારે હાર્દિક બેટિંગ કરવા આવ્યો હતો અને જોતજોતામાં જ સ્કોર 200ને પાર કરી ગયો હતો. વડોદરાના ઓલરાઉન્ડરે તોફાની બેટિંગ કરી અને 30 બોલમાં સાત ચોગ્ગા, 5 છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઈક રેટ 236થી વધુ હતો. ભારતે 7 વિકેટે 208 રન બનાવ્યા હતા પરંતુ બોલરો તેનો બચાવ કરી શક્યા ન હતા અને ભારતને ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

https://www.instagram.com/reel/CixPhT0OB5g/?utm_source=ig_embed&ig_rid=4edf525d-ffe7-447e-bb19-222924bd1c5c 

બીજી T20 પહેલા સખત મહેનત

28 વર્ષીય હાર્દિક નાગપુરમાં યોજાનારી બીજી T20 મેચ માટે સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જોરદાર નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 7.2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ સિવાય મોટી સંખ્યામાં યુઝર્સે કોમેન્ટ કરી છે.

ભારત સામે કરો યા મરો સ્થિતિ

મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમનો ચાર વિકેટે પરાજય થયો હતો. જેના કારણે ત્રણ મેચોની આ શ્રેણીમાં યજમાન ટીમ 0-1થી પાછળ રહી ગઈ હતી. હવે શુક્રવારે સાંજે નાગપુરમાં રમાનાર મેચ ટીમ ઈન્ડિયા માટે 'કરો યા મરો' જેવી છે. જો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ મેચ હારી જશે તો સિરીઝ પણ હારી જશે.

  • Follow us on: