- સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ
- રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ
- હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ભારે
આજે IPL 2024ની 8મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2016ની ચેમ્પિયન ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાઇ. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે MIને 278 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 246/5 રન બનાવી શકી હતી. આ સાથે હૈદરાબાદની સિઝનની પ્રથમ જીત થઇ હતી. હાર્દિક પંડ્યાની કપ્તાની વાળી મુંબઇ ઇન્ડિયન્સ હજું પણ પ્રથમ જીતની તલાશમાં છે.
મુંબઇની ઇનિંગ
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક મેચમાં હરાવ્યું. તેઓ 31 રનથી જીત્યા હતા. પ્રથમ બેટિંગ કરીને હૈદરાબાદે IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. તેણે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 246 રન જ બનાવી શકી હતી.
19 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 47 રનની જરૂર છે. હૈદરાબાદ માટે પેટ કમિન્સે 19મી ઓવર ખૂબ જ સારી કરી હતી. તેણે આ ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા છે. ટિમ ડેવિડ 41 રન બનાવીને રમી રહ્યો છે. રોમારીયો શેફર્ડ 1 રન બનાવીને રમી રહ્યો છે.
હાર્દિક આઉટ: મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી વિકેટ પડી. હાર્દિક પંડ્યા 20 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. જયદેવ ઉનડકટે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જોકે, મુંબઈ 18મી ઓવરમાં માત્ર 14 રન જ બનાવી શકી હતી. હવે તેને જીતવા માટે 12 બોલમાં 54 રનની જરૂર છે. મુંબઈનો સ્કોર 224 રન છે, આ મેચમાં બંને ટીમોએ મળીને 500 રનનો આંકડો પાર કર્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે 200 રનનો સ્કોર પાર કર્યો હતો. હૈદરાબાદ માટે ભુવનેશ્વરની ઓવર મોંઘી પડી હતી. ટિમ ડેવિડે ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી તેણે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. તેણે ફરીથી પાંચમા બોલ પર સિક્સર ફટકારી. આ રીતે મુંબઈએ 17મી ઓવરમાં 20 રન બનાવ્યા હતા. મુંબઈને હવે જીતવા માટે 18 બોલમાં 68 રનની જરૂર છે. તેણે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા.
તિલક આઉટ: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો છે. તિલક વર્મા 34 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. પેટ કમિન્સે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુંબઈએ 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. હવે ટિમ ડેવિડ અને હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે. ટીમને જીતવા માટે 30 બોલમાં 93 રનની જરૂર છે.
14 ઓવર સમાપ્ત: મુંબઈ ઈન્ડિયન્સે 14 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. તિલક વર્મા 33 બોલમાં 64 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 13 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈને જીતવા માટે 36 બોલમાં 96 રનની જરૂર છે. સ્પર્ધા રોમાંચક ટોચ પર પહોંચી ગયો છે.
13 ઓવર સમાપ્ત: હૈદરાબાદ માટે 13મી ઓવર ઘણી આર્થિક હતી. ભુવનેશ્વર કુમારે આ ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા 17 રન અને તિલક વર્મા 54 રન સાથે રમી રહ્યા છે. મુંબઈએ 13 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. તેમને જીતવા માટે 42 બોલમાં 108 રનની જરૂર છે.
12 ઓવર સમાપ્ત: 12 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 3 વિકેટના નુકસાને 165 રન છે. તિલક વર્મા 28 બોલમાં 53 રન અને હાર્દિક પંડ્યા 8 બોલમાં 13 રન બનાવીને ક્રિઝ પર છે.
નમન ધીર આઉટ: જયદેવ ઉનડકટે તિલક વર્મા અને નમન ધીરની મજબૂત પાર્ટનરશિપને તોડી હતી. નમન ધીર 14 બોલમાં 2 ફોર અને 2 સિકસની મદદથી 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો
તિલક વર્માની ફિફ્ટી: મુંબઈ તરફથી તિલક વર્માએ શાનદાર ઈનિંગ રમતા 24 બોલમાં ફિફ્ટી ફટકારી છે. તિલક વર્માએ 2 ફોર અને 5 સિકસ ફટકારી હતી
9 ઓવર સમાપ્ત: 9 ઓવર બાદ મુબઈનો સ્કોર 2 વિકેટના નુકસાને 119 રન છે. MIએ પાવર પ્લેમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ તિલક વર્મા અને નમન ધીરે ઈનિંગને સંભાળી હતી. તિલક 18 બોલમાં 26 અને નમન 11 બોલમાં 25 રન બનાવીને ક્રિઝ પર છે
પાવર પ્લે સમાપ્ત: પાવર પ્લેના અંતે મુબઈનો સ્કોર 2 વિકેટના નુકસાને 76 રન છે. લક્ષ્યનો પીછો કરતા મુબઈ ઈન્ડિયન્સે આક્રમક શરૂઆત કરી હતી. રોહિત શર્માં 12 બોલમાં 26 અને ઈશાન કિશાન 13 બોલમાં 34 રન બનાવીને આઉટ થયા હતા. હૈદરાબાદ તરફથી કમિન્સ અને શહબાઝ અહેમદે એક-એક સફળતા મેળવી હતી. હાલમાં તિલક વર્મા અને નમન ધીર ક્રિઝ પર છે.
રોહિત આઉટ: રોહિત શર્મા આઉટ થયો હતો, અભિષેક શર્માએ તેને 26ના સ્કોર પર કમિન્સના બોલ પર કેચ આઉટ કર્યો હતો, મુંબઈની બીજી વિકેટ પડી હતી.
ઈશાન કિશાન આઉટ: મુબઈ ઈન્ડિયન્સને પ્રથમ ઝટકો શહબાઝ અહમદે આપ્યો છે. ખતરનાક બેટિંગ કરી ઈશાન કિશાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈશાન કિશાન 13 બોલમાં 2 ફોર અને 4 સિકસની મદદથી 32 રન બનાવીને આઉટ થયો હતો.
મુંબઈ આક્રમક શરૂઆત
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અને ઈશાન કિશને આક્રમક શરૂઆત કરી છે. રોહિત શર્માએ જયદેવની ઓવરમાં 1 ફોર અને 2 સિકસ ફટકારી હતી. જ્યારે ઈશાન કિશાને ભુવનેશ્વરની ઓવરમાં 2સિકસ અને 1 ફોરની મદદથી 23 રન ફટકાર્યા છે. 3 ઓવર બાદ મુબઈનો સ્કોર વિના વિકેટે 50 રન છે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરી રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ભુવનેશ્વર કુમારને કમાન સોંપી છે. હૈદરાબાદે મુંબઈને પહાડ જેવો ટાર્ગેટ આપ્યો છે. તેના માટે જીતવું ખૂબ મુશ્કેલ હશે.
હૈદરાબાદની ઇનિંગ
હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. IPLની આ મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોએ આક્રમક પ્રદર્શન કર્યું હતું અને 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડે 62, અભિષેક શર્માએ 63, એડન માર્કરમે 42 અને હેનરિક ક્લાસને 80 રન બનાવ્યા હતા. માર્કરામ અને ક્લાસેન આ મેચમાં અણનમ રહ્યા હતા. મુંબઇને જીતવા માટે 278 રનનું લક્ષ્ય મળ્યું હતુ.
ક્લાસેનની ફિફ્ટી: હેનરિક ક્લાસને તોફાની બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. તે 24 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. ક્લાસને 5 સિક્સર અને 1 ફોર ફટકારી છે. માર્કરમ 40 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદે 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા.
મફાકાએ 4 ઓવરમાં 66 રન આપ્યા છે, તેણે ઈશાંત શર્મા, મુજીબ અને અર્શદીપની બરાબરી કરી છે, બસિલ થમ્પીએ સૌથી વધુ 70 રન આપ્યા છે.
17 ઓવર સમાપ્ત: મુંબઈના બોલરો રનની ગતિને રોકી શક્યા નથી. હૈદરાબાદે 17 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 232 રન બનાવ્યા હતા. ક્લાસેન 19 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. માર્કરમ 39 રન બનાવીને રમી રહ્યો છે. મફાકાએ 17મી ઓવરમાં 18 રન આપ્યા હતા.
16 ઓવર સમાપ્ત: સનરાઇઝર્સ હૈદરાબાદે 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. ક્લાસેન 15 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે. માર્કરામ 23 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 53 રનની ભાગીદારી છે. બુમરાહ મુંબઈ માટે અત્યાર સુધીનો સૌથી સારો બોલર રહ્યો છે. જોકે તે એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો.
15 ઓવર સમાપ્ત: હૈદરાબાદનો સ્કોર 200 રનને પાર કરી ગયો છે. ટીમે 15 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. એડન માર્કરમ 20 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે. ક્લાસેન 26 રન બનાવીને રમી રહ્યો છે.
14 ઓવર સમાપ્ત: હૈદરાબાદે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. એડન માર્કરમ 17 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. ક્લાસેન 9 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ 14મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં હૈદરાબાદે 11 રન બનાવ્યા હતા.
12 ઓવર સમાપ્ત: હૈદરાબાદે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા છે. હેનરિક ક્લાસેન 3 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે. માર્કરામ 10 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે.
અભિષેક શર્મા આઉટ: સનરાઇઝર્સ હૈદરાબાદને ત્રીજો ઝટકો અભિષેક શર્માના રૂપમાં લાગ્યો હતો. તે 11મી ઓવરના છેલ્લા બોલ પર નમન ધીરના હાથે કેચ આઉટ થયો હતો. પીયૂષ ચાવલાએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. તેણે 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. હેનરિક ક્લાસેન પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.
અભિષેક શર્માની ફિફ્ટી: સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માએ માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી છે. આ સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી, થોડા સમય પહેલા હેડે 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી પરંતુ અભિષેકે આ રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ ઉપરાંત અભિષેક શર્માએ રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો છે. તે IPLમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી મારનાર ભારતીય બની ગયો છે. આ પહેલા રિષભ પંત 18 બોલમાં 50 રન બનાવનાર ભારતીય હતો. મુંબઈના બોલરોને ખરાબ રીતે ધોલાઇ કરી હતી. હૈદરાબાદનો સ્કોર 140ને પાર પહોંચ્યો છે.
હૈદરાબાદને નામે રેકોર્ડ: હૈદરાબાદે વધુ એક કિર્તિમાન હાંસલ કર્યો છે. હૈદરાબાદે IPLમાં પ્રથમ 10 ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. હૈદરાબાદે 10 ઓવરમાં 148/2 રન બનાવ્યા છે. આ પહેલા મુંબઇના નામે આ રેકોર્ડ હતો. મુંબઇએ 131/3 રન બનાવ્યા હતા.
હેડ આઉટ: ટ્રેવિસ હેડ તોફાની ઇનિંગ બાદ આઉટ થયો હતો. કોએત્ઝીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હેડે 24 બોલનો સામનો કરીને 62 રન બનાવ્યા હતા. હેડની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. હવે એડિન માર્કરમ બેટિંગ કરવા આવ્યો છે. હૈદરાબાદે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 117 રન બનાવ્યા હતા.
હૈદરાબાદનું શતક: હૈદરાબાદના બેટ્સમેનો વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી રહ્યાં છે. હૈદરાબાદે 7 ઓવરમાં 102 રન બનાવ્યા છે. આ સાથે ટ્રેવિસ હેડ 22 બોલમાં 61 રન તથા અભિષેક શર્મા 8 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે.
હૈદરાબાદના નામે રહ્યો પાવરપ્લે: હૈદરાબાદના નામે પાવર પ્લે રહ્યો છે. હૈદરાબાદે 6 ઓવરમાં 81 રન ફટકારીને પાવર પ્લેમાં સિઝનના સૌથી વધુ રન ફટકાર્યા છે.
હેડની ફિફ્ટી: ટ્રેવિસ હેડે વિસ્ફોટક બેટિંગ કરતા આ સિઝનની ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી હતી. તે 18 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે.
મયંક આઉટ: સનરાઇઝર્સ હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી છે. મયંક અગ્રવાલ 11 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ મુંબઈને પહેલી સફળતા અપાવી છે. હૈદરાબાદનો સ્કોર 45/1 છે.
મફાકાની ધોલાઇ: ટ્રેવિસ હેડે મફાકાની ધોલાઈ કરી છે. તેણે ત્રીજી ઓવરમાં બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. હૈદરાબાદે આ ઓવરમાં કુલ 22 રન લીધા હતા. ટીમે 3 ઓવર બાદ 40 રન બનાવી લીધા છે. હેડ માત્ર 10 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. મયંક 7 રન બનાવીને રમી રહ્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ટીમની ઓપનિંગ જોડી મયંક અગ્રવાલ અને ટ્રેવિસ હેડ ક્રિઝ પર હાજર છે. મુંબઇ તરફથી ક્વેના મફાકા પ્રથમ ઓવર નાખશે.
રોહિત શર્માને ખાસ ભેટ મળી
રોહિત શર્મા આજે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તેની 200મી આઈપીએલ મેચ રમી રહ્યો છે. મેચ પહેલા આ ખાસ અવસર પર પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે રોહિતને એક ખાસ ટી-શર્ટ ગિફ્ટ કરી છે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
જો આપણે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો, MI સૌથી ઉપર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 21 મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે 12 મેચ જીતી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે 9 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 5 મેચોમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 4માં જીત મેળવી છે. આવી સ્થિતિમાં હૈદરાબાદ હોમ ગ્રાઉન્ડ પર પોતાનું પ્રદર્શન સુધારવા માંગશે.
રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બંને ટીમોનું પ્રદર્શન
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં SRH અત્યાર સુધીમાં 51 મેચ રમી ચૂક્યું છે. આ સમયગાળા દરમિયાન, ટીમ 30 જીતી છે અને 20 હારી છે. 1 મેચ ટાઈ પણ રહી છે. હૈદરાબાદે આ મેદાન પર પહેલા બેટિંગ કરીને 13 મેચ જીતી છે અને 17 મેચ રન ચેઝ કરતા જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, MIએ 8 મેચ જીતી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. MIએ હૈદરાબાદના મેદાન પર લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પ્રથમ બેટિંગ કરતી વખતે 6 અને રનચેઝ કરતી વખતે 2 મેચ જીતી છે.
બંને ટીમોની પ્લેઈંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: ઇશાન કિશન (wk), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, ક્વેના મફાકા
ઈમ્પેક્ટ પ્લેયર્સ: દેવાલ્ડ બ્રેવિસ, રોમારીઓ શેફર્ડ, મોહમ્મદ નબી, વિષ્ણુ વિનોદ, નેહલ વઢેરા
સનરાઇઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ
ઈમ્પેક્ટ પ્લેયરઃ નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ, ઉપેન્દ્ર યાદવ










