• હાર બાદ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ ભાવુક નિવેદન આપ્યું
  • હું જે રીતે રનઆઉટ થઈ તેનાથી વધુ દુર્ભાગ્ય શું હોઈ શકે
  • અમે મીટિંગ દરમિયાન છેલ્લા બોલ સુધી લડવાની વાત કરી હતી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC મહિલા T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ મેચ ગુરુવાર, 23 ફેબ્રુઆરીના રોજ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં ભારતને રસપ્રદ રીતે 5 રનથી હરાવ્યું હતું. વર્લ્ડકપના નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યા બાદ ફરી એકવાર ભારતીય ટીમ અને તેના પ્રશંસકોનું દિલ તૂટી ગયું છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની આ હારને જલ્દી ભૂલી શકશે નહીં. આ કારમી હાર બાદ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ ભાવુક નિવેદન આપ્યું છે.


હરમનપ્રીત કૌરે મેચ બાદ કહ્યું કે તે આ મેચથી વધુ કમનસીબ ન હોઈ શકે. કારણ કે એક સમયે જ્યારે કૌર અને જેમિમા રોડ્રિગ્સ એકસાથે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે ભારત આ મેચ સરળતાથી જીતી જશે. પરંતુ અંતે મેચ ઓસ્ટ્રેલિયા ટીમના હાથમાં આવી ગઈ. આ હાર બાદ ભાવુક થઈને ભારતીય કેપ્ટને ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 'આનાથી વધુ કમનસીબ ન હોઈ શકે, અમને તે મોમેન્ટ મળી જ્યારે હું અને જેમિમા બેટિંગ કરી રહ્યા હતા. પરંતુ તે પછી હારી જવાની અમને આશા નહોતી. હું જે રીતે રનઆઉટ થઈ તેનાથી વધુ દુર્ભાગ્ય શું હોઈ શકે. અમે મીટિંગ દરમિયાન છેલ્લા બોલ સુધી લડવાની વાત કરી હતી. પરિણામ અમારા પક્ષમાં ન હતું પરંતુ અમે જે રીતે રમ્યા તેનાથી હું ખુશ છું.

જેમિમા રોડ્રિગ્ઝની પ્રશંસા કરી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટોપ ઓર્ડર બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે માત્ર 24 બોલમાં 43 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. પરંતુ તેમ છતાં તે ટીમને જીત ન અપાવી શકી. પરંતુ મેચ બાદ કેપ્ટને તેના ખૂબ વખાણ કર્યા હતા. હરમનપ્રીતે તેના સંદર્ભમાં કહ્યું, 'જેમિમાએ જે રીતે બેટિંગ કરી તેના માટે તે સંપૂર્ણ શ્રેયને પાત્ર છે. આવું પ્રદર્શન જોઈને આનંદ થયો. તેને તેની કુદરતી રમત રમતા જોઈને આનંદ થયો.

  • Follow us on: