- શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન મેચ રમાઈ હતી
- પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવા નિર્ણય લીધો હતો
- મેચની નવમી ઓવર નાખવા હારિસ આવ્યા હતા
બેંગલુરુ ખાતેના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન મેચ રમાઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવા નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા આરંભે બેટિંગ કરવા મેદાનમાં ઊતર્યું હતું. ઓપનિંગ બેટ્સમેને આરંભિક પાંચ ઓવરમાં 27 રન બનાવ્યા હતા. વોર્નરને તે દરમિયાન જીવતદાન પણ મળ્યું હતું. પરંતુ તે પછી ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે જોરદાર બેટિંગ કરી હતી. તે પછીની પાંચ ઓવરમાં બંને ખેલાડીએ 55 રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને હારિસ રાઉપને તેની પહેલી જ ઓવરમાં ધોઈ નાખ્યો હતો. બેટ્સમેને તે ઓવરમાં 24 રન બનાવ્યા હતા.
મેચની નવમી ઓવર નાખવા હારિસ આવ્યા હતા. તેમના પહેલા બોલે જ વોર્નરે ચાર રન ફટકાર્યા હતા. બીજા દડે છગ્ગો અને ત્રીજા બોલે એક રન નોંધાવ્યો હતો. તે પછીની બોલિંગ વાઇડ રહી હતી. ચોથા, પાંચમાં અને છેલ્લા દડે માર્શે ચોગ્ગાની હેટ્રિક નોંધાવી હતી. તે રીતે એક જ ઓવરમાં તેમણે 24 રન નોંધાવ્યા હતા. તે પછીની ઓવરમાં પણ હારિસ ધોવાતા રહ્યા હતા. બીજી ઓવરમાં તેમણે 10 રન આપ્યા હતા અને ત્રીજી ઓવરમાં 16 રન આપ્યા હતા. તે રીતે આરંભિક ત્રણ ઓવરમાં જ હારિસે 47 રન આપી દીધા હતા. વનડે ફોર્મેટમાં હારિસની ઓવર્સ સૌથી મોંઘી બની રહી.










