• હેનરિક ક્લાસેને કેરેબિયન પ્રીમિયર લીગ 2024માં નહીં રમવાનો લીધો નિર્ણય
  • ક્લાસેન પારિવારિક કારણોસર CPL 2024 માંથી પોતાનું નામ પાછું ખેંચ્યું
  • કેરેબિયન પ્રીમિયર લીગમાં ક્લાસેન સેન્ટ લુસિયા કિંગ્સ ટીમનો હિસ્સો હતો

IPLની નવી સિઝન પહેલા આ મેગા ઓક્શન જોવા મળશે. મેગા ઓક્શન પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના એક મેચ વિજેતા ખેલાડીએ આ મોટી T20 લીગ છોડવાનો નિર્ણય લીધો છે. જે બાદ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હા, અમે વાત કરી રહ્યા છીએ હેનરિક ક્લાસેનની. જેમણે આગામી કેરેબિયન પ્રીમિયર લીગ 2024માં નહીં રમવાનો નિર્ણય લીધો છે. જેનું મોટું કારણ પણ સામે આવ્યું છે.

CPL 2024 નહીં રમે ક્લાસેન

સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસને આ વખતે આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ખૂબ જ સારી બેટિંગ કરી હતી. જે બાદ ક્લાસને ટી20 વર્લ્ડ કપ 2024માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે ક્લાસેન કેરેબિયન પ્રીમિયર લીગની નવી સીઝનમાં રમવાનો હતો, પરંતુ તેણે પારિવારિક કારણોસર આ લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

સેન્ટ લુસિયા કિંગ્સને મોટો ઝટકો

આ લીગમાં ક્લાસેન સેન્ટ લુસિયા કિંગ્સ ટીમનો હિસ્સો હતો. ક્લાસેનની બહાર થયા બાદ સેન્ટ લુસિયાને મોટો ફટકો પડ્યો છે. સેન્ટ લુસિયાએ નવી સીઝન માટે ક્લાસેનને પોતાની ટીમમાં સામેલ કર્યો.

સેન્ટ લુસિયા કિંગ્સમાં હવે આ ખેલાડીની એન્ટ્રી

હેનરિક ક્લાસેને કેરેબિયન પ્રીમિયર લીગ 2024માંથી પોતાનું નામ પાછુ લીધા બાદ હવે સેન્ટ લુસિયા કિંગ્સ ટીમને પણ નવી સીઝન માટે ક્લાસેનનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે. ક્લાસેનની જગ્યાએ હવે ન્યૂઝીલેન્ડના ખેલાડી ટિમ સેફર્ટને સેન્ટ લુસિયામાં સામેલ કરવામાં આવ્યો છે. કેરેબિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સેન્ટ લુસિયા બે વખત ફાઇનલમાં પહોંચી છે, પરંતુ હજુ સુધી તે ટાઈટલ જીતી શકી નથી. આવી સ્થિતિમાં હવે આ ટીમ તેના પ્રથમ CPL ટાઇટલની શોધમાં છે.

  • Follow us on: