• આજે પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે કોલંબોમાં મેચ રમાશે
  • શ્રીલંકા માટે પાકિસ્તાન સામે જીતવું આસાન નહીં હોય
  • પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે.

પાકિસ્તાને શ્રીલંકા સામે 42 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 252 રન બનાવ્યા છે. પાકિસ્તાન માટે આ મેચમાં મોહમ્મદ રિઝવાને 73 બોલમાં 86 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય શફીકે 52 રનની ઇનિંગ અને ઇફ્તિખારે 47 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી બોલિંગમાં પથિરાનાએ 3 અને મદુશને 2 વિકેટ ઝડપી હતી. હવે શ્રીલંકાએ DL પદ્ધતિથી 42 ઓવરમાં 252 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો રહેશે.

પરેરાના 8 બોલમાં 17 રન

252 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાએ 2 ઓવરની રમતના અંતે કોઈપણ નુકશાન વિના 11 રન બનાવી લીધા હતા. કુસલ પરેરા 8 રન બનાવીને રમી રહ્યો હતો.  શ્રીલંકાની ટીમને પાકિસ્તાન સામેની મેચમાં પહેલો ફટકો 20ના સ્કોર પર કુસલ પરેરાના રૂપમાં લાગ્યો હતો. પરેરા 8 બોલમાં 17 રન બનાવીને રનઆઉટ થયો હતો. હવે કુસલ મેન્ડિસ પથુમ નિસાન્કાને સપોર્ટ કરવા બેટિંગ કરવા ઉતર્યો છે.

શ્રીલંકાના બોલરનો દબદબો

રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા બેટ્સમેનોને ફસાવ્યા બાદ હવે દુનિથ વેલાલેગે પણ બાબર આઝમને આઉટ કર્યો હતો. આ રીતે 20 વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનરના શિકારની યાદીમાં વિશ્વના નંબર વન બેટ્સમેનનું નામ પણ સામેલ થઈ ગયું છે. ફાઈનલ માટે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની ખૂબ જ મહત્વની મેચમાં પાકિસ્તાની કેપ્ટન ખરાબ રીતે ખોટો પડ્યો. 35 બોલમાં 29 રન બનાવીને રમી રહેલો બાબર આઝમ જાદુઈ બોલ પર ડુનિથ વેલાલાગેનો પહેલો શિકાર બન્યો હતો.

બાબર આઉટ-વેલાલાગેનીની ઘાતક બોલિંગ

દુનિથ વેલાલાગેએ અત્યાર સુધીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, બાબર આઝમ, કે.એલ.રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા જેવા ધુરંધર બેટ્લમેનને આઉટ કરેલા છે. પાંચમી ઓવરમાં માત્ર નવ રનના સ્કોર પર ફખર જમા ક્લિનબોલ્ડ થયો હતો. પછી શફિક અને બાબરે બીજી વિકેટ માટે 64 રનની પાર્ટનીશપ કરી હતી. વેલાલાગે એ દમદાર બોલિંગ કરી હતી. જેના બોલની માયામાં બાબર ફસાયો હતો. ઘાતક બોલિંગ સામે બાબર માત્ર એક રન કરી શક્યો હતો. પછી નવમા બોલે બાબર આઉટ થયો હતો. 


પાકિસ્તાને ટોસ જીત્યો

વરસાદને કારણે ટોસ લેટ થયો હતો. વરસાદ રોકાતા ટોસ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને ટોસ જીતી બેટિંગનો નિર્ણય લીધો છે. તેમજ મેચમાં વિલંબના કારણે 45-45 ઓવરની રમત રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મેદાનને કવરથી ઢાંકી દેવાયું

કોલંબોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવે ટોસમાં ઘણો વિલંબ થઈ શકે છે. સમગ્ર મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. શ્રીલંકા અને પાકિસ્તાનના ખેલાડીઓ ડ્રેસિંગ ફોર્મમાં પહોંચી ગયા છે. ગ્રાઉન્ડ સ્ટાફ પણ સ્ટેડિયમમાં વરસાદ રોકવાની રાહ જોઈ રહ્યા છે. કોલંબોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો શ્રીલંકાની ટીમ ફાઇનલમાં પહોંચી જશે. તેનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા સારો છે.

શ્રીલંકાનું પ્રદર્શન

શ્રીલંકા માટે પાકિસ્તાન સામે જીતવું આસાન નહીં હોય. તેણે 2015થી અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે 8 વનડે મેચ રમી છે અને તમામમાં હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાએ છેલ્લી વનડે 2015માં પાકિસ્તાન સામે જીતી હતી. જોકે તેની ટીમ અત્યારે ઘણી સારી છે. શ્રીલંકાને તાજેતરમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટીમે આ મેચમાં અસરકારક પ્રદર્શન કર્યું હતું. તેના ખેલાડીઓ છેલ્લી વિકેટ સુધી લડતા રહ્યા.

પાકિસ્તાનનું અત્યાર સુધીનું પ્રદર્શન

પાકિસ્તાન પાસે મજબૂત બોલિંગ આક્રમણ છે, જે વિશ્વની કોઈપણ ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પરંતુ તેને ફિલ્ડિંગ અને બેટિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટૂર્નામેન્ટ દરમિયાન ઘણી વખત પાકિસ્તાની ખેલાડીઓએ કેચ છોડ્યા છે જે મેચમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. શ્રીલંકાને હરાવવું પાકિસ્તાન માટે આસાન નહીં હોય. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. શ્રીલંકાની ટીમ હોમ ગ્રાઉન્ડ પર રમશે તેથી તેને પણ આનો ફાયદો મળી શકે છે.

બંને ટીમોના પ્લેઇંગ ઇલેવનઃ

પાકિસ્તાન: મોહમ્મદ હરિસ, ઈમામ-ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ જુનિયર, જમાન ખાન

શ્રીલંકા: પથુમ નિસાંકા,  કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચૈરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલાગે, મહિષ તીક્ષ્ણા, પ્રમોદ મધુસુદન મથીશા પથિરાના, કુસલ પરેરા

  • Follow us on: