- સ્પેન હોકી મહાસંઘની 100મી વર્ષગાંઠ પ્રસંગે ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ ભાગ લેશે
- બેલ્જિયમ અને નેધરલેન્ડમાં થયેલા મુકાબલામાં અમે સારો દેખાવ કર્યો હતો
- ચાર દેશોની ટૂર્નામેન્ટ બાદ એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત
હોકી ઈન્ડિયાએ બેંગલુરુના સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સેન્ટરમાં 26 જૂનથી 19 જુલાઇ દરમિયાન યોજાનારી રાષ્ટ્રીય શિબિર માટે સિનિયર મેન્સ ટીમના 39 સભ્યોના કોર ગ્રૂપ(મુખ્ય ખેલાડીઓ)ની જાહેરાત કરી હતી. શિબિર બાદ ટીમ સ્પેનના ટેરાસા જશે જ્યાં તેઓ સ્પેન હોકી મહાસંઘની 100મી વર્ષગાંઠ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 25થી 30 જુલાઇ દરમિયાન ભાગ લેશે. ભારત અને યજમાન સ્પેન ઉપરાંત ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ આ ટૂર્નામેન્ટમાં પડકાર પ્રસ્તુત કરશે. ચાર દેશોની ટૂર્નામેન્ટ બાદ એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થશે જે ચેન્નાઇમાં ત્રણ ઓગસ્ટથી રમાડાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતનો સામનો કોરિયા, મલેશિયા, પાકિસ્તાન, જાપાન અને ચીન સામે થશે. ભારતના મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને જણાવ્યું હતું કે એફઆઈએચ મેન્સ હોકી પ્રો લીગ 2022-23ના બેલ્જિયમ અને નેધરલેન્ડમાં થયેલા મુકાબલામાં અમે સારો દેખાવ કર્યો હતો અને હવે અમે સાતત્યતા જાળવી રાખવાની આશા ધરાવીએ છીએ.
ભારતીય ટીમના મુખ્ય 39 ખેલાડીઓ










