• બાંગ્લાદેશની મેચો નાગીન ડાન્સના કારણે ચર્ચામાં રહે છે
  • બંને ટીમો મેદાનમાં સામસામે આવે ત્યારે નાગીન ડાન્સ જોવા મળે
  • કોઈપણ દેશની જીત પર નાગીન ડાન્સ જોવા મળે છે

એશિયા કપની બુધવારથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થઈ ગઈ છે. ગુરુવારે એશિયા કપમાં શ્રીલંકાનો મુકાબલો બાંગ્લાદેશ સામે થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચો નાગીન ડાન્સના કારણે ચર્ચામાં રહી છે. એશિયા કપ દરમિયાન પણ જ્યારે આ બંને દેશો વચ્ચે ટક્કર થશે ત્યારે મેદાનમાં નાગીન ડાન્સનો સીન જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કો આ નાગીન ડાન્સની શરુઆત કેવી રીતે થઈ ?

પ્રીમિયર લીગથી શરુઆત થઈ

એક અહેવાલ અનુસાર, નાગીન ડાન્સની એન્ટ્રી બાંગ્લાદેશ પ્રીમિયર લીગથી થઈ છે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સમીએ બાંગ્લાદેશના સ્પિનર ​​નઝમુલ ઈસ્લામને કહ્યું કે તે સાપ જેવો છે. આ પછી નજમુલ દરેક વખતે વિકેટ લીધા બાદ નાગિન ડાન્સ કરવા લાગ્યો હતો.

પરંતુ જ્યારે શ્રીલંકાએ 2018માં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો ત્યારે એક અલગ જ વાર્તા શરૂ થઈ. વિકેટ લીધા બાદ નજમુલે નાગીન સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું. ત્યાબાદ શ્રીલંકાના ખેલાડીએ નઝમુલની મજાક ઉડાવતા આ જ સ્ટાઇલની નકલ કરી હતી. બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી રહીમને આ વાત પસંદ ન આવી અને નિબાસ ટ્રોફીની મેચ જીત્યા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ નાગીન ડાન્સ કર્યો.

કોઈ પણ ટીમ જીતે નાગીન ડાન્સ જોવા મળશે

અહીંથી જ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે નાગીન ડાન્સને લઈને દુશ્મનાવટની શરૂઆત થઈ હતી. જે પણ ટીમ મેચ જીતતી, તે નાગીન ડાન્સ કરવા લાગતી હતી. બંને ટીમના ખેલાડીઓ પણ આવું કરવા લાગ્યા. ઘણી વખત નાગીન ડાન્સને લઈને બંને દેશના ખેલાડીઓ અને ફેન્સ વચ્ચે ઝઘડા જોવા મળ્યા હતા. જોકે હવે આ ઉજવણી બાંગ્લાદેશ અને શ્રીલંકા મેચનો એક ભાગ બની ગઈ છે. એશિયા કપ દરમિયાન બંને દેશોના ખેલાડીઓ વચ્ચે નાગીન ડાન્સની ઉજવણી જોવા મળે તે સ્વાભાવિક છે.

ખાસ વાત એ છે કે બાંગ્લાદેશ અને શ્રીલંકાના ખેલાડીઓ અને ફેન્સ વચ્ચેની આ દુશ્મની માત્ર મેદાન પુરતી જ સીમિત છે. બંને દેશો વચ્ચેના સંબંધો એકદમ સામાન્ય છે અને તેમની વચ્ચે કોઈપણ પ્રકારની દુશ્મની નથી.

  • Follow us on: