• IPL 2024ની પ્રતિક્ષા સમાપ્ત થવા જઈ રહી છે
  • લોકપ્રિય ખેલાડીઓ વિરાટ કોહલી અને MS ધોની વચ્ચે ટક્કર
  • મેચની ટિકિટોનું વેચાણ 18 માર્ચથી સવારે થયું શરૂ

22 માર્ચે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સિઝનની પ્રથમ મેચમાં સામસામે આવશે. IPL 2024ની પ્રથમ મેચની ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે અને તમે Paytm Insiderની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનની મુલાકાત લઈને ટિકિટ ખરીદી શકો છો. IPL મેચમાં પ્રથમ વખત દર્શકો તેમની ઈ-ટિકિટ બતાવીને મેદાનમાં પ્રવેશી શકશે, તેથી આ વખતે દર્શકોને ટિકિટના રૂપમાં સ્લિપ સાથે રાખવાની જરૂર રહેશે નહીં.

21 મેચોનું શિડયૂલડ જાહેર

ઘણા લોકો ઇન્ટરનેટ પર ટિકિટ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી Paytm ઇનસાઇડરની વેબસાઇટ તમને રાહ વિશે સૂચના આપી શકે છે. તમે તમારી પસંદગી મુજબ ખાલી સીટ પસંદ કરી શકો છો. ટિકિટની કિંમત 1500 રૂપિયાથી 7500 રૂપિયા સુધીની છે.IPL 2024 માટે અત્યાર સુધી માત્ર 21 મેચોનું શિડયૂલ જાહેર કરવામાં આવ્યું છે અને બાકીના શિડયૂલની જાહેરાત લોકસભા ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

CSK vs RCB મેચ ક્યારે શરૂ થશે

CSK vs RCB એટલે કે IPL 2024 ની પ્રથમ મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે અને MS ધોનીની ટીમ ઘરના ચાહકોની સામે જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા માંગશે. આ મેચ 22 માર્ચે રમાશે અને ઘરે બેઠા દર્શકો રાત્રે 8 વાગ્યાથી આ મેચ લાઈવ જોઈ શકશે. તે પહેલા IPLની ઓપનિંગ સેરેમની પણ સાંજે 6:30 વાગ્યાથી થશે, જેમાં ઘણી લોકપ્રિય હસ્તીઓ ભાગ લઈ શકશે. જે લોકો ગ્રાઉન્ડ પર જઈને મેચ જોવા ઈચ્છે છે તેઓ Paytm ઈન્સાઈડર પર જઈને તરત જ ટિકિટ ખરીદી શકે છે.


  • Follow us on: