• T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે જીત મેળવી
  • ભારતીય ટીમનો સુપર-8માં પહોંચવાનો માર્ગ લગભગ આસાન થયો
  • મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચેલા તમામ ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાયા

T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે ફરી એકવાર પાકિસ્તાની ટીમને હરાવીને જીત મેળવી છે. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. આ જીત સાથે ભારતીય ટીમનો ટુર્નામેન્ટના આગલા તબક્કા એટલે કે સુપર-8માં પહોંચવાનો માર્ગ લગભગ આસાન થઈ ગયો છે.

એક જીતથી દુર છે ભારત

ભારતને આગલા તબક્કામાં પહોંચવા માટે માત્ર 1 જીતની જરૂર છે. ટીમને આગામી મેચ યુએસએ અને કેનેડા સામે રમવાની છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ સરળતાથી આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લેશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા ભારતીય ટીમે પાકિસ્તાન સામે સખત સંઘર્ષ કરીને જીત નોંધાવી છે. પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓનો એક અલગ જ રંગ જોવા મળ્યો હતો. ચાલો તમને જણાવીએ કે મેચ પછી ડ્રેસિંગ રૂમમાં શું થયું?


આ ખેલાડીને વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો

મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચેલા તમામ ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા. ટીમના ફિલ્ડિંગ કોચે મેન ઓફ ધ ફિલ્ડિંગ એવોર્ડ માટે 3 ખેલાડીઓના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં 3 કેચ લેનાર ઋષભ પંત, ઈફ્તિખાર અહેમદનો કેચ લેનાર અર્શદીપ સિંહ અને બાબર આઝમનો કેચ લેનાર સૂર્યકુમાર યાદવના નામ સામેલ છે. આ એવોર્ડ આપવા માટે ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, જેમણે રિષભ પંતને આ એવોર્ડથી સન્માનિત કર્યા.

કેમ મળે છે આ એવોર્ડ?

આ એવોર્ડ 2023 ODI વર્લ્ડકપની દરેક મેચમાં તે ખેલાડીને આપવામાં આવતો હતો જેણે સારી ફિલ્ડિંગ કરીને મેચ જીતી હતી. આ વખતે T20 વર્લ્ડકપમાં પણ મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં આ ખાસ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.

  • Follow us on: