• ટીમ ઈન્ડિયાએ રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું
  • રોહિત શર્માએ છેલ્લા 3 વર્ષથી વનડેમાં કોઈ સદી ફટકારી નથી
  • હું મારી બેટિંગથી સંતુષ્ટ છું મારો અભિગમ સારો છે અને હું ખુશ છું: રોહિત શર્મા

ટીમ ઈન્ડિયાએ રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે સીરીઝ પણ જીતી લીધી છે. માત્ર 109 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માએ 51 રનની ઈનિંગ રમી હતી. મેચ બાદ રોહિત શર્માને તેના ફોર્મ અને લાંબા સમય સુધી સદી ન ફટકારવા અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.

રોહિત શર્માએ કહ્યું હતું કે, તે જે રીતે રમી રહ્યો છે તેનાથી તે ખુશ છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ છેલ્લા 3 વર્ષથી વનડેમાં કોઈ સદી ફટકારી નથી જાન્યુઆરી 2020માં તેણે છેલ્લી સદી ફટકારી હતી.

રોહિત શર્માને જ્યારે સદી ન મળવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, હું મારી રમતમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને શરૂઆતથી જ બોલરો પર દબાણ બનાવી રહ્યો છું. વિપક્ષી ટીમ પર પણ દબાણ બનાવવું ખૂબ જ જરૂરી છે હું જાણું છું કે મોટા સ્કોર નથી આવ્યા પરંતુ તેઓ વધારે ચિંતિત નથી.

રોહિત કહ્યું- મારી બેટિંગથી સંતુષ્ટ છું

કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, હું મારી બેટિંગથી સંતુષ્ટ છું મારો અભિગમ સારો છે અને હું જે રીતે પ્રદર્શન કરી રહ્યો છું તેનાથી ખુશ છું. હું જાણું છું કે મોટો સ્કોર પણ નજીક છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ બીજી વનડેમાં 51 રનની ઈનિંગ રમી હતી જેમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી.

આ વર્ષે ભારતને ઘરઆંગણે વનડે વર્લ્ડ કપ રમવાનો છે આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આશા છે કે કેપ્ટન રોહિત શર્મા ફોર્મમાં પરત ફરશે. રોહિત શર્માને ODI ક્રિકેટનો દિગ્ગજ માનવામાં આવે છે તે ODI ક્રિકેટમાં પણ 10,000 રનની નજીક છે.

જો ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડેની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ અહીં 8 વિકેટે જીત મેળવી છે. રોહિત શર્માએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમ 108 રન પર આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર બે વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


  • Follow us on: