- ICCએ આ વર્લ્ડકપમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ ટીમની જાહેરાત કરી
- ICCએ ઓસ્ટ્રેલિયાને બેસ્ટ ફિલ્ડિંગ ટીમ જાહેર કરી
- ભારતીય ટીમની ફિલ્ડિંગ નેધરલેન્ડ કરતા પણ ખરાબ
ICC વર્લ્ડકપ 2023નો અંત આવી ગયો છે. વર્લ્ડકપની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર વિશ્વને બતાવી દીધું છે કે શા માટે તેને વર્લ્ડકપનો ખિતાબ જીતીને વિશ્વની સૌથી ખતરનાક ટીમ માનવામાં આવે છે. વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ બેસ્ટ ફિલ્ડિંગથી લઈને બેસ્ટ બેટિંગ અને બેસ્ટ બોલિંગ સુધીની તમામ બાબતોની પણ જાહેરાત કરવામાં આવી છે. હવે ICCએ પણ આ વર્લ્ડકપમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ ટીમની જાહેરાત કરી છે.
કઈ ટીમની ફિલ્ડિંગ શ્રેષ્ઠ હતી?
ICCએ વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ શ્રેષ્ઠ ફિલ્ડિંગ ટીમની જાહેરાત કરી છે. આ વર્લ્ડકપમાં બેસ્ટ ફિલ્ડિંગ ટીમ ઓસ્ટ્રેલિયાને જાહેર કારઇ છે. ICCએ ઓસ્ટ્રેલિયન ટીમને તેની ફિલ્ડિંગને સર્વશ્રેષ્ઠ ગણાવીને પ્રથમ સ્થાને રાખ્યું છે. ICCએ 383.58 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયાને પ્રથમ સ્થાને રાખ્યું છે. આ સિવાય સાઉથ આફ્રિકાની ટીમ આ યાદીમાં 340.59 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.
https://twitter.com/ICC/status/1727024232100499796
https://twitter.com/ICC/status/1727024175804518583
ભારતીય ટીમ નેધરલેન્ડથી પણ પાછળ
તમને જાણીને નવાઈ લાગશે કે, પરંતુ ICCની નજરમાં નેધરલેન્ડે પણ ભારતીય ટીમ કરતા વધુ સારી ફિલ્ડિંગ કરી છે અને આ યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ ફિલ્ડિંગના મામલે ભારતીય ટીમ ચોથા સ્થાને છે. ભારતને માત્ર 281.04 પોઈન્ટ મળ્યા છે જે ઓસ્ટ્રેલિયા કરતા 100 પોઈન્ટ ઓછા છે. તે એ પણ દર્શાવે છે કે શા માટે ઓસ્ટ્રેલિયા વિશ્વ કપનું ટાઇટલ જીતવામાં સફળ રહ્યું અને સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમને કેમ હરાવી હતી.