- સૂર્યકુમાર યાદવ T20 ફોર્મેટમાં નંબર-1 બેટ્સમેન પણ છે
- વર્ષ 2022માં સૂર્યકુમાર યાદવનો દબદબો રહ્યો
- 2022માં સૂર્યાએ T20માં 31 મેચમાં 1164 રન બનાવ્યા હતા
ICCના વાર્ષિક એવોર્ડમાં ભારતીય ખેલાડીઓ છવાઈ રહ્યા છે. ICC દ્વારા બુધવારે T20 ક્રિકેટર ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી છે, આ એવોર્ડ સૂર્યકુમાર યાદવને મળ્યો છે. ગયા વર્ષે T20 ફોર્મેટમાં ધમાલ મચાવનાર સૂર્યકુમાર યાદવને આ સન્માન મળ્યું છે.
આ રેસમાં સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડના સેમ કરન, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડ્યા છે. સૂર્યકુમાર યાદવ T20 ફોર્મેટમાં નંબર-1 બેટ્સમેન પણ છે, સાથે જ હવે તે T20 ફોર્મેટમાં ક્રિકેટર ઓફ ધ યર પણ બની ગયો છે.










