ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે મોહમ્મદ શમીએ ઈતિહાસ રચ્યો. તેને ઝાકિર અલીના રૂપમાં પોતાની 200મી ODI વિકેટ પૂર્ણ કરી. તે મિચેલ સ્ટાર્ક પછી ODI ફોર્મેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર બીજો બોલર બન્યો છે.


બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ મોહમ્મદ શમીની 104મી વનડે મેચ છે. આ મેચની પહેલી જ ઓવરમાં શમીએ વિકેટ લીધી. તેને સૌમ્ય સરકારને શૂન્ય રને બોલ્ડ કર્યો. પાવરપ્લેમાં જ તેને મેહદી હસનના રૂપમાં બીજી મોટી વિકેટ લીધી.

200 વનડે વિકેટ લેનાર બીજો સૌથી ઝડપી બોલર બન્યો

ઝાકિર અલી 68 રન બનાવીને રમી રહ્યો હતો. શમીએ 43મી ઓવરના ચોથા બોલ પર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવીને પોતાની 200મી ODI વિકેટ પૂર્ણ કરી. શમી 200 વનડે વિકેટ લેનાર બીજો સૌથી ઝડપી બોલર બન્યો. પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક છે, તેને 102 મેચમાં આ આંકડો હાંસલ કર્યો હતો. શમીએ 104 મેચમાં 200 વિકેટ પૂર્ણ કરી.


200 વિકેટ લેનાર આઠમો ભારતીય બોલર

ભારત માટે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર અનિલ કુંબલે છે. તેને 271 મેચમાં 337 રન બનાવ્યા છે.

અનિલ કુંબલે (337)

જવાગલ શ્રીનાથ (315)

અજિત અગરકર (288)

ઝહીર ખાન (282)

હરભજન સિંહ (269)

કપિલ દેવ (253)

રવિન્દ્ર જાડેજા (226)

મોહમ્મદ શમી (200)

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.

બાંગ્લાદેશ પ્લેઈંગ ઈલેવન

તંજીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહેદી હસન મિરાઝ, ઝાકિર અલી, રિશાદ હુસૈન, તંઝીમ હસન સાકિબ, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન.


  • Follow us on: