ભારતીય ટીમનો સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી લાંબા સમય બાદ ફોર્મમાં પરત ફરી રહ્યો છે. પાકિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી પાસેથી ટીમની અપેક્ષાઓ વધી ગઈ છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કિંગ કોહલી 'ટ્રિપલ સેન્ચ્યુરી' ફટકારવા જઈ રહ્યો છે. જેની સાથે કોહલી હવે સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીની ખાસ ક્લબનો ભાગ બની જશે.


વિરાટ કોહલી 2 માર્ચે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારશે

ODI ફોર્મેટનો સૌથી મોટો સુપરસ્ટાર વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે એક મોટો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. કિંગ કોહલીએ આ ફોર્મેટમાં અત્યાર સુધી 299 મેચ રમી છે. કોહલી ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરતાની સાથે જ 300 વનડે મેચ પૂર્ણ કરશે. કોહલી પહેલા માત્ર 6 ભારતીય ખેલાડીઓએ આ સિદ્ધિ મેળવી હતી.

આ યાદીમાં સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહનો સમાવેશ

આ યાદીમાં સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહનો સમાવેશ થાય છે. સચિન તેંડુલકરે કુલ 463 ODI મેચ રમી છે જ્યારે બીજા સ્થાને રહેલા મહેન્દ્ર સિંહ ધોનીના નામે 347 ODI મેચ છે. છઠ્ઠા નંબર પર રહેલા યુવરાજ સિંહે 301 મેચ રમી છે, આ રેકોર્ડ કિંગ કોહલી 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તોડી શકે છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલી સંગાકારાનો રેકોર્ડ તોડી શકે છે

કિંગ કોહલી 300 ODI પૂરી કરવાની અને વધુ એક રેકોર્ડ તોડવાની ખૂબ નજીક પહોંચી ગયો છે. જો કોહલી આ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં 149 રન બનાવશે તો તે ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં નંબર 2 પર પહોંચી જશે. હાલમાં વિરાટ કોહલીના નામે 14085 રન છે. કુમાર સંગાકારાએ વનડે ફોર્મેટમાં 14234 રન બનાવ્યા છે. નંબર 1 પર રહેલા સચિન તેંડુલકરના નામે 18426 રન છે. કોહલી વર્તમાન ફોર્મમાં જોવા મળી રહ્યો છે, તે કુમાર સંગાકારાને સરળતાથી પાછળ છોડી શકે છે.

  • Follow us on: